કશ્મીરમાં રમઝાનના મહિનામાં ભારતીય સરકારે સસપેન્શન ઓફ ઓપરેશન એટલે કે સૈન્ય દ્વારા કોઇ પણ કાર્યવાહી ના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમ છતાં આતંકવાદીઓનો ખૂની ખેલ ચાલુ હતો. પોલીસ અને અર્ધસૈનિક દળોને આતંકવાદીઓ તેમના નિશાને લે છે.
આવા માહોલની વચ્ચે કાશ્મીરમાં એવા જવાનો છે જેમણે રક્તદાન કરીને પોતાના રોઝા તોડ્યા છે. તેમણે તે વાતની પરવાહ પણ નથી કરી કે, તે ફરી જ્યારે ડ્યુટી પર જશે તો આતંકવાદી તેમને નિશાન બનાવશે. સી આર પી એફના ચાર જવાન સંજય પાસવાન, મુદાસિર રસૂલ, મોહમ્મદ અસલમ અને રામ નિવાસ કેંપ જવાની જગ્યાએ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ જવાનમાંથી બે જવાન મુસ્લિમ હતા, જેમણે રોઝા રાખ્યા હતા. 20 વર્ષની એક છોકરી જે લ્યૂકિમીયાથી પિડાતી હતી. આ ચાર જવાનોએ ચાર યુનિટ લોહી આપીને તેની મદદ કરી હતી. આમાંથી બે મુસ્લિમ યુવાનોએ રક્તદાન કરીને રોઝા ખોલ્યા હતા.
રમઝાન મહિનામાં રોઝા રાખનાર દરેક મુસ્લિમ માટે આ એક સંદેશ સમાન છે. અલ્લાહ પણ માનવતાની સાથે જ હોય છે. રક્તદાન કરીને આ યુવાનોએ એક મિસાલ કાયમ કરી છે.