નેત્રહીન ક્રિકેટ વિશ્વકપ વિજેતા ભારતીય ટીમનું સમ્માન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હાલમાં જ ભારતીય ટીમે નેત્રહીન ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાનને હરાવી વિજય મેળવી ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભારતીય ટીમમાં સમાવિષ્ટ ૧૭ સભ્યોનું સમ્માન કરવામાં આવ્યું છે.  સામાજીક ન્યાય તથા અધિકારકતા મંત્રી થાવરચંદ ગહલોત દ્વારા નેત્રહીન ક્રિકેટ વિશ્વકપ વિજેતા ભારતીય ટીમનું સમ્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત તેમના દ્વારા ભારતીય ટીમના ૧૭ સભ્યોની ટીમને ૩૪ લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

દેશભરમાં મંત્રાલય દ્વારા દેશભરમાં દિવ્યાંગો માટે પાંચ રાષ્ટ્રીય રમત કેન્દ્રો શરૂ કરવામાં આવશે. રાજ્યોને આ સંદર્ભે જમીન સોંપણી માટે જાણ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં જમીન ફાળવણી કરી દીધી છે, જ્યારે પંજાબ અને આંધ્રપ્રદેશમાં અનક્રમે જીરકપુર અને વીશાખાપટ્ટનમ ખાતે જમીનની ફાળવણી બાબતે પ્રક્રિયા ચાલી રહી છે. દિવ્યાંગોને રમત કેન્દ્રો માટે વિશેષ સુવિધાઓની જરૂરિયાત છે, જેના માટે વિસ્તૃત યોજના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

સમ્માન સમારંભ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Article