અમદાવાદ: લોખંડના ભારે ભરખમ, અતિશય વજન ધરાવતા અને કટાઇ ગયેલા ટીપીકલ એલપીજી સિલિન્ડરમાંથી હવે લોકોને ખાસ કરીને ઘરની ગૃહિણીઓ અને મહિલાઓને મુકિત મળશે. કારણ કે, હવે મહિલાઓ અને છોકરીઓ કે વૃધ્ધો પણ સરળતાથી ઉંચકી શકે તેવા વજનમાં હલકા, બ્લાસ્ટ પ્રુફ અને પારદર્શક ગેસના બાટલા માર્કેટમાં જાવા મળશે. માત્ર ભારત જ નહી પરંતુ એશિયાની સૌથી મોટી એલપીજી સિલિન્ડર ઉત્પાદક કંપની કોન્ફિડેન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આજે ગુજરાતમાં અમદાવાદ શહેર ખાતેથી રસોઇગેસમાં નવી ક્રાંતિ સર્જતા બ્લાસ્ટ પ્રુફ, હળવા વજનવાળા અને અર્ધપારદર્શક એલ.પી.જી. સિલિન્ડર ગો ગેસ ઇલાઇટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
ઉંચકવાની કે લઇ જવાની રીતે સાનુકૂળ, ગેસની ચોરી નહી થઇ શકે અને તેનું સ્તર કે પ્રમાણ જાઇ શકાય તેવા અર્ધપારદર્શક અને સૌથી મહત્વનું કે, બ્લાસ્ટ પ્રુફ એવા આ એલપીજી સિલિન્ડર રસોઇ ગેસના ક્ષેત્રમાં બહુ મોટી ક્રાંતિ સર્જશે. ગો ગેસ ઇલાઇટ એલપીજી સિલિન્ડરની સૌથી મોટી વિશેષતા એ છે કે, આગ લાગવાના ભયંકર સંજાગોમાં પણ આ ગેસની બોટલ બ્લાસ્ટ થશે નહી. એટલે કે, એલપીજી ધારકોને સુરક્ષા અને સલામતીની સંપૂર્ણ ખાતરી અને વિશ્વસનીયતા પ્રાપ્ત થશે એમ અત્રે કોન્ફિડેન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિ.ના જનરલ મેનેજર શૈલેન્દ્ર વૈદ્ય અને ડીજીએમ સુમિત ભદ્રએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશની વસ્તી આશરે ૧૨૫ કરોડ છે અને આશરે ૭૫ કરોડ લોકો એલપીજી ગ્રાહકો છે.
જો કે, ૭૦ કરોડથી વધુ લોકોને ખબર નથી કે જે એલપીજી ગેસ સિલિન્ડરનું તેમના ઘરે આવે છે તેનું કેટલું છે.તેઓ એ પણ જાણતા નથી કે બોટલમાં તેમને કેટલો ગેસ મળે છે. ગો ગેસ ઇલાઇટ સિલિન્ડરો છેલ્લા ૬૫ વર્ષથી વપરાતા લોખંડ બોડી સિલિન્ડર્સ કરતા અલગ છે. સૌપ્રથમ, આ સંયુક્ત ગેસ સિલિન્ડરો વજનમાં અત્યંત હલકા છે જે સરળતાથી બાળકો અને સ્ત્રીઓ ઊંચકી શકે છે. બીજું, આ સિલિન્ડર્સ અર્ધપારદર્શક છે, જેના કારણે સિલિન્ડરોની અંદર ગેસની કેટલો છે તે દરેક સમયે જોઈ શકાય છે.
જેને લઇ હવે ગેસ ની ચોરીની ચિંતા ખુબ જ ઓછી થઇ જશે અને સૌથી મહત્વની વિશેષતા એ છે કે, આ સિલિન્ડરો ‘બ્લાસ્ટ પ્રુફ’ છે તેથી જીવન અને મિલકતના નુકશાનનું કોઈ જોખમ નથી તેથી આનો ઉપયોગ કરવા માટે પરિવારો અત્યંત સલામત છે. કોન્ફિડેન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિ.ના જનરલ મેનેજર શૈલેન્દ્ર વૈદ્ય અને ડીજીએમ સુમિત ભદ્રએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સિલિન્ડરોને ભારત સરકારના વિસ્ફોટકો વિભાગના પેટ્રોલિયમ અને વિસ્ફોટકો સુરક્ષા સંગઠન દ્વારા સલામત પ્રમાણિત કરવામાં આવ્યા છે. ભારતીય બજારમાં વિશ્વ કક્ષાની એરોસ્પેસ ટેક્નોલોજીથી બનાવેલ સંયુક્ત ગેસ સિલિન્ડર(ગો ગેસ ઇલાઇટ)ની શરૂઆત કરવામાં આવી છે, આવનારા સમયમાં આ સિલિન્ડરો ગુજરાત સહિત ભારતીય રસોડામાં ક્રાંતિ લાવશે.
કોન્ફિડેન્સ પેટ્રોલિયમ જૂથ એશિયામાં સૌથી મોટી એલપીજી સિલિન્ડર ઉત્પાદક અને એલપીજી બોટલર છે. તે ભારતમાં ૧૩૦ કરતાં વધુ ઓટો એલપીજી સ્ટેશન ચલાવે છે, ૫૮ બોટલિંગ પ્લાન્ટ, ભારતમાં ૧૫ સિલિન્ડર ઉત્પાદન એકમો ધરાવે છે. તે ૮૦૦ થી વધુ મજબૂત વેપારી નેટવર્ક્સ દ્વારા બ્રાન્ડ ગો ગેસ હેઠળ એલપીજી ગેસ સિલિન્ડર પૂરા પાડે છે.આ ગ્રુપ ૨૨ રાજ્યોમાં કામગીરી ધરાવે છે. ગો ગેસ ઇલાઇટ કોમ્પોઝીટ ગેસ સિલિન્ડરના આજના લોન્ચીંગ સાથે તેઓ આગામી ત્રણ મહિનામાં ભારતના તમામ મોટા શહેરોમાં તેના વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. આ સિલિન્ડરો અમેરિકા, જાપાન, આૅસ્ટ્રેલિયા અને ઘણા યુરોપીયન દેશોમાં અત્યંત લોકપ્રિય છે અને હવે ગુજરાત સહિત ભારતભરમાં ખૂબ લોકપ્રિય બની રહેશે. આજના લોન્ચીંગ પ્રસંગે કોન્ફિડેન્સ ગ્રુપના ટેરીટી મેનેજર, ચિરાગ દવે,મેનેજર કમ્યુનિકેશન્સ મનોજ કાલે સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.