અમૃતસર સુવર્ણ મંદિર પાસે બ્લાસ્ટ, લોકોમાં મચી અફરાતફરી, કેટલાક લોકો બ્લાસ્ટમાં ઘાયલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે મોડી રાત્રે જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં કેટલાક લોકોને થોડી ઈજાઓ થઈ હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અચાનક તેમને ધડાકાનો અવાજ સંભળાયો અને બધા ડરી ગયા. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીનું કહેવું છે કે વિસ્ફોટ પાર્કિંગમાં મોટો કાચ તૂટવા સાથે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે સચખંડ શ્રી હરમંદિર સાહિબની બહાર વિસ્ફોટ થયો હતો.વિસ્ફોટનો અવાજ સાંભળીને બહારથી આવેલા શ્રદ્ધાળુઓ અને દરબાર સાહેબની બહાર સૂઈ રહેલા લોકો ભયભીત થઈ ગયા હતા. કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ બ્લાસ્ટમાં ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભક્તોએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે તેઓ ડરી ગયા. તેમણે જણાવ્યું હતુ કે બ્લાસ્ટ બાદ કેટલાક પથ્થરો તેમની તરફ પડ્યા હતા. તે અહીં દરબાર સાહેબની બહાર સૂતા હતા. પથ્થરમારાને કારણે કેટલીક છોકરીઓ ઘાયલ પણ થઈ હતી. તેને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે વિસ્ફોટ પછી તરત જ આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળવા લાગ્યો. અમને સમજાયુ પણ નહી કે અચાનક શું થયું.

ઘટનાસ્થળે પહોંચેલા એસીપી પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો નથી. દરબાર સાહેબની બહાર પાર્કિંગમાં એક મોટો અરીસો હતો, જે તુટી પડ્યો હતો. જેના કારણે મોટા ધડાકાનો અવાજ થયો હતો. તેમણે કહ્યું કે પાર્કિંગની બાજુમાં એક રેસ્ટોરન્ટ છે. અહીંની સગડી ખૂબ જ ગરમ હતી. અને તેની ગરમીથી તે બાજુનો કાચ મોટો તુટી પડ્યો હતો. તેમજ ગેસના સંપર્કમાં આવતા કાચ બ્લાસ્ટ થયો હતો. કાચ તૂટી ગયો અને જોરદાર ધડાકો થયો. જે બાદ વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં રેસ્ટોરન્ટની બારીના કાચ તૂટી પડ્યા હતા અને તે બાદ આગ પણ લાગી હતી. પોલીસકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બ્લાસ્ટ પાછળનું સાચું કારણ શું હતું. બ્લાસ્ટ બાદ અહીં અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકો ચીસો પાડવા લાગ્યા અને ભાગવાનો પ્રયાસ કર્યો.

Share This Article