ચેન્નાઇ : તમિળનાડુના કાંચીપુરમ જિલ્લામા સ્થિત એક મંદિરમાં રવિવારના દિવસે મોડી સાંજે બ્લાસ્ટ થયા બાદ સરકારની ઉંઘ હરામ થયેલી છે. આ બ્લાસ્ટમાં એકનુ મોત થયુ હતુ અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. કાંચીપુરમ જિલ્લામાં સ્થિત મંદિર સંકુલમાં આ બ્લાસ્ટ થયો હતો. એક શંકાસ્પદ બોક્સને ખોલીને તપાસ કરવામાં આવ્યા બાદ આ ધડાકો થયો હતો. ઘાયલ થયેલા અન્ય ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી લેવામાં આવ્યા છે.
ઓછી તીવ્રતા સાથે આ બ્લાસ્ટ થયો હતો. મંદિર સંકુલમાં રવિવારના દિવસે સાંજે કેટલાક લોકોએ બિનવારસી બોક્સને જાયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આગાળા દરમિયાન કેટલાક લોકોએ બોક્સને ખોલવાના પ્રયાસ કરતા બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની લપેટમાં આવવાથી એક વ્યક્તિનુ મોત થયુ હતુ. જ્યારે અન્ય ચાર લોકોને ઇજા થઇ હતી. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમ દ્વારા બહાર વિખરાઇ ગયેલા સેમ્પલોને એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
તેમને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટનાની માહિતી આપતા કાચીપુરમ પોલીસના અધિકારીઓએ કહ્યુ છે કે હાલમાં જ મંદિરમાં સાફ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રવિવારના દિવસે સાંજે કેટલાક લોકોએ શંકાસ્પદ વસ્તુને નિહાળી હતી. ત્યારબાદ તેની ચકાસણી કરવા લાગી ગયા હતા. આ ગાળા દરમિયાન બ્લાસ્ટ થઇ ગયો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. આ કોઇ આઇઇડી બ્લાસ્ટ હતો કે બ્લાસ્ટ કોઇ અન્ય કારણસર થયો છે તેમાં તપાસ કરવામાં આવી રહી છે. તમિળનાડુમાં પહેલાથી જ હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવેલી છે. આવી સ્થિતીમાં આ બ્લાસ્ટથી તંત્ર સાવધાન છે.