અસ્થિ વિસર્જન કાર્યક્રમોને લઇને સવાલો ઉઠવા લાગી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લખનૌ: દેશભરમાં ૧૦૦થી વધારે નદીઓમાં ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થિઓના વિસર્જન કાર્યક્રમને લઇને હવે પ્રશ્નો ઉઠવા લાગી ગયા છે. કારણ કે સમાજવાદી પાર્ટી સહિત કેટલીક પાર્ટીઓએ આની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રવકતા અનુરાગ ભદોરિયાએ કહ્યુ છે કે ગોલવરકરના માર્ગ પર ચાલવાનો દાવો કરનાર ભારતીય જનતા પાર્ટી હવે ન્યુ ભારતીય જનતા પાર્ટી બની ગઇ છે.

તેમણે કહ્યુ છે કે ગોલવરકરે નહેરુની અસ્થિઓના મોટા પાયે વિસર્જનની સામે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ હવે આ ભાજપના લોકો કોંગ્રેસના ઇશારે ચાલી રહ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યુ છે કે વાજપેયીના અસ્થિને લઇને માર્કેટિંગ પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે. સામાન્ય લોકોના સળગતા મુદ્દાથી લોકોના ધ્યાનને  અન્યત્ર વાળવા માટે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માત્ર ઉત્તરપ્રદેશમાં જ નહી બલ્કે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ વાજપેયીને લઇને મોટા પાયે તૈયારી કરવામાં આવી છે. છત્તિસગઢ સરકાર રાયપુરમાં બની રહેલા નવા પાટનગરનુ નામ અટલ નગર રાખવાની જાહેરાત કરી ચુકી છે.

બિલાસપુર યુનિવર્સિટીનુ નામ પણ હવે બદલી નાંખીને અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટી કરી દેવામાં આવનાર છે. એક રેલવે લાઇનનુ નામ અટલ પથ રાખવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર સરકાર ૧૩ યુનિવર્સિટીઓમાં વાજપેયીના નામ પર એક અભ્યાસ શાખા સ્થાપિત કરવાની જાહેરાત કરી ચુકી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વર્ષે મોડેથી રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજનાર છે ત્યારે આ મુદ્દાને જીવંત રાખવા માટેના પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે સમાજવાદી પાર્ટી સહિત કેટલાક  પક્ષો વાંધો ઉઠાવી રહ્યા  છે.

Share This Article