નવીદિલ્હી : ઈવીએમ સાથે વીવીપેટ પરચીને મેચ કરવાને લઈને વિરોધ પક્ષોની માંગને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી અધ્યક્ષ એન. ચંદ્રાબાબૂ નાયડુએ કહ્યું છે કે, દુનિયાના ૧૯૧ દેશોમાંથી માત્ર ૧૮ દેશોએ ઈવીએમ અપનાવ્યા છે. તેમાંથી માત્ર ૩ દેશો ૧૦ સૌથી વધારે વસતીવાળા દેશોમાં સામેલ છે. નાયડૂએ ચિંતા જાહેર કરતા કહ્યું છે કે, ઈવીએમ સાથે ચેડા કરવામાં આવી શકે છે અને તેમાં ગરબડી પણ થઈ શકે છે. આ સિવાય તેનું પ્રોગ્રામિંગ પણ કરી શકાય તેવું છે. તેમણે એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો છે કે, નવા વીવીપેટમાં વોટર સ્લિપ માત્ર ૩ સેકન્ડમાં કેવી રીતે દેખાઈ શકે છે. જ્યારે તે ૭ સેકન્ડમાં દેખાવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો છે કે, બીજેપી ઈવીએમ સાથે ચેડા કરીને વોટ મેળવી રહી છે.