અંતે બ્લેકસ્ટોન સાથે ફ્યુચર ફેશનની મોટી સમજૂતિ થઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વિશ્વની સૌથી મોટી ખાનગી ઇક્વિટી કંપની બ્લેક સ્ટોન સાથે ફ્યુચર ફેશનની ૨૫૦ મિલિયન ડોલરની મહાકાય સમજૂતિ થઇ હોવાના અહેવાલ મળ્યા છે. આ સોદાબાજીથી કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. પ્રાઇવેટ ઇક્વિટી કંપની દ્વારા ફ્યુચર ફેશનમાં છથી સાત ટકાની હિસ્સેદારી હાંસલ કરવામાં આવી રહી છે. કિશોર બિયાનીના ફ્યુચર લાઇફ સ્ટાઇલ ફેશન લિમિટેડ (એફએલએફએલ)માં જંગી રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે.

ફ્યુચર લાઇફ સ્ટાઇફ ફેશનની વાત કરવામાં આવે તો તેના રિટેલ ફોર્મેટમાં બ્રાન્ડ ફેક્ટ્રી, સેન્ટ્રલ અને ઓલનો સમાવેશ થાય છે. ફુટપ્રિન્ટ ૯૭ બ્રાન્ડ ફેક્ટ્રી સ્ટોર અને ૪૭ સેન્ટ્રલ સ્ટોર ધરાવે છે. ઇન્ડિગો નેશનલ, લી કૂપર સહિત ૩૦થી વધુ ફેશન બ્રાન્ડ તેની સાથે રહેલી છે. જંગી મૂડી પ્રવાહ ઠાલવવાને લઇને ખુબ ચર્ચા ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રમોટરો દ્વારા તમામ વિગતો એકબે દિવસમાં જાહેર કરવામાં આવશે. પ્રવાર્તમાન ઇન્વેસ્ટર ઇઓન અગાઉના મૂડીરોકાણમાંથી જંગી રકમ પરત ખેંચનાર છે. વિશ્વની સૌથી મોટી ખાનગી ઇક્વિટી કંપની બ્લેકસ્ટોન દ્વારા છથી સાત ટકા હિસ્સેદારી મેળવી લેવામાં આવનાર છે. અન્ય ચાવીરુપ ઇક્વિટી ઇન્વેસ્ટરોમાં એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડ અને એલઆઈસીનો સમાવેશ થાય છે. ઇક્વિટી ઇન્વેસ્ટરોમાં એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડ ચાર ટકા અને એલઆઈસી ૬.૫ ટકાની હિસ્સેદારી ધરાવે છે. બિયાની અને પરિવાર એફએલએફએલ પૈકી  ૫૩.૪૩ ટકાની હિસ્સેદારી ધરાવે છે. આગામી દિવસોમાં આ સમજૂતિને લઇને કોર્પોરેટ જગતામાં ભારે ચર્ચા રહેશે.

Share This Article