રાજસ્થાનમાં મહિલા જજ સાથે બ્લેકમેલિંગ!.. અશ્લીલ તસ્વીરો મોકલી ૨૦ લાખ રૂપિયા માગ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જયપુરમાં એક મહિલા જજની તસવીરો સાથે છેડછાડ કરીને તેમની અશ્લિલ તસવીરો તૈયાર કરીને એક વ્યક્તિએ જજને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે જાણકારી આપતા કહ્યું કે, આરોપીઓએ જજના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તસવીરો ડાઉનલોડ કરી અને છેડછાડ કરીને અશ્લિલ તસવીરો તૈયાર કરીને તે તસવીરો અદાલતમાં અને તેમના ઘરે મુકીને ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી છે. આરોપીઓ જો માંગ પૂરી નહી થાય તો તસવીરો વાયરલ કરવાની ધમકી પણ આપી છે.આ બાબતે ૨૦ ફેબ્રુઆરીએ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની જાણકારી અત્યારે જ મળી છે. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું છે કે, સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ઓળખ થઈ ગઈ છે, તેના આધારે આરોપીની શોધખોળ ચાલું કરવામાં આવી છે.

એફઆઈઆરમાં ન્યાયધીશે ૭ ફેબ્રુઆરીએ ફરિયાદ કરી હતી કે, તેઓ અદાવતમાં પોતાના કક્ષમાં ન્યાયિક કાર્ય કરી રહ્યા હતા. જ્યારે તેમના સ્ટેનોગ્રાફર તેમના માટે પાર્સલ લાવ્યા હતા. એક અજાણ્યા વ્યક્તિએ સ્ટેનોને જણાવ્યું કે પાર્સલ તેના બાળકોની શાળામાંથી આવ્યું છે. સ્ટેનોગ્રાફરે તેનું નામ પૂછતાં તે ચાલ્યો ગયો. એફઆઈઆર પ્રમાણે પાર્સલમાં મિઠાઈ અને છેડછાડ કરીને તૈયાર કરેલી જજની કેટલીક તસવીરો હતો. જજને લખેલા પત્રમાં બ્લેકમેલરે તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી. પત્રમાં લખેલું હતું કે, ‘૨૦ લાખ રૂપિયા લઈને તૈયાર રહેજો, નહી તે તમને અને તમારા પરિવારને બરબાદ કરી નાખીશુ. સમય અને સ્થાન તમને જમાવામાં આવશે’ આજ પ્રકારના સમાનવાળું એક બીજૂ પાર્સલ ૨૦ દિવસ પછી જજના ઘરે પણ આવ્યું હતું. તે બાદ ન્યાયાધીશે એફઆઈઆર દાખલ કરાવી હતી. જ્યારે આરોપીએ પહેલું પાર્સલ મોકલ્યું ત્યારે ૨૦ વર્ષનો એક યુવક જજના કક્ષમાં પાર્સલ આપતા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. આ ફુટેજના આધારે પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

Share This Article