વિશ્વભરની સરકારો પ્રદુષણને રોકવા માટે અને તેને નિયંત્રિત કરવા માટે બનતા તમામ પગલા પોતાના સ્તર પર લઇ રહી છે. આમાં સફળતા પણ મળી રહી છે. વિશ્વભરની સરકારો પ્રદુષણની વધતી જતી સમસ્યાથી રાહત મેળવી લેવા માટે પોત પોતાના સ્તર પર કામ કરી રહી છે. આ દિશામાં જ ફ્રાન્સમાં હવે એક નવી પહેલ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ફ્રાન્સમાં સરકારે ઇ-કોમર્સ કંપની એમેઝોનની બ્લેક ફ્રાઇડે સેલ મારફતે ચીજ વસ્તુઓ વેચી દેવાની તેની યોજના પર બ્રેક મુકવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. રોક લગાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવ્યા બાદ એકબાજુ મહાકાય કંપની એમોઝોનને ફટકો પડી શકે છે. બીજી બાજુ આના કારણે કેટલીક અંધાધુંધીને રોકી દેવામાં સફળતા મળી શકે છે. પ્રદુષણના સ્તરને પણ ઘટાડી દેવામાં સફળતા મળી શકે છે. ફ્રાન્સમાં સામાજિક કાર્યકરોએ કંપનીના બ્લેક ફ્રાઇડેનો વિરોધ કરીને જોરદાર વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી દીધી છે. પેરિસ સ્થિત કંપનીના ગોડાઉનની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ રહ્યા છે. કાર્યકરો માને છે કે આ પ્રકારની છુટના કારણે લોકો વધારે પ્રમાણમાં ચીજ વસ્તુઓની ખરીદી કરી નાંખે છે. જેના કારણે સંશાધનોનો વ્યાપક દુરુપયોગ થાય છે. પરિવહન વ્યવસ્થા પર પણ ફટકો પડે છે. પ્રદુષણ જેવી સમસ્યા વધી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને પૂર્વ પ્રધાને એક સુધારો રજૂ કરી દીધો છે. જેને પાસ કરવામાં પણ સફળતા મળી ગઇ છે. હવે તેના પર જોરદાર ગરમાગરમ ચર્ચા થનાર હતી. કેટલાક લોકોએ પ્રચાર કાર્યક્રમ પર પ્રતિબંધ મુકવાની જગ્યાએ દુકાનનારોને શિક્ષિત કરવા માટેની પહેલ કરી છે. ફ્રાન્સના કેટલાક સાંસદ પણ ઇ-કોમર્સ કંપનીની આ યોજના પર પ્રતિબંધ મુકવાની માંગ કરી ચુક્યા છે.
જો કે જાહેરમાં આઈ મુજબની વાત કરવામાં આવી રહી નથી. જે સુધારો રજૂ કરવામાં આવ્યો છે તેને લઇને મહાકાય કંપની એમેઝોનની સમસ્યામાં વધારો થયો છે. સુધારામાં બ્લેક ફ્રાઇડે પર પ્રતિબંધ મુકવાની વાત કરવામાં આવી છે. જેમાં દલીલ આપવામાં આવી છે કે આ પ્રકારની છુટછાટવાળી સ્કીમોના કારણે સંશાધનોની બરબાદી થાય છે. સાથે સાથે સંશાધનોનોમાં બે વર્ષની કેદ અને ત્રણ લાખ યુરોના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ફ્રાન્સના ઇ-કોમર્સ સંધે આની સામે જોરદાર વાંધો ઉઠાવ્યો છે. સુધારાની ટિકા કરવામાં આવી છે. ઇ-કોમર્સ સંધનુ કહેવુ છે કે સુધારા ખુબ હાસ્યાસ્પદ જેવા લાગે છે. આના કારણે મોટા તહેવાર પર લોકો લાભથી વંચિત રહી શકે છે. કંપનીઓ સામાન્ય લોકોને રાહત આપવા માટે સેલ કરે છે. સુધારા દ્વારા આ પ્રકારની ગતિવિધી રોકાઇ જશે. જળવાયુ ગ્રુપ એમિસ ડેટાના દેખાવખારોએ ગોડાઉન તરફ જતા રસ્તા પર ઘાસ, જુના ફ્રી અને માઇક્રોવેવ ફેલાવી દીધા છે. તેઓએ ત્યાં જળવાયુ માટે નોકરપીના વિસ્તારને બંધ કરવાની પણ વાત કરી છે. અતિ વધારે કારના ઉત્પાદનને રોકવા માટે પણ કહેવામાં આવ્યુ છે. જળવાયુ પરિવર્તનની અસર દુનિયાના દેશોમાં જોવા મળી રહી છે. બ્લેક ફ્રાઇડે સેલ પ્રદુષણનુ કારણ કઇ રીતે બની છે તેને લઇને સ્પષ્ટ તારણ આપવામાં આવ્યા નથી જેથી કંપનીના લોકો પરેશાન દેખાઇ રહ્યા છે. જુદા જુદા પ્રકારના પ્રદુષણના કારણે સામાન્ય લોકો હવે પરેશાન દેખાઇ રહ્યા છે. ભારતની વાત કરવામાં આવે તો હાલમાં દિલ્હી અને એનસીઆરમાં પ્રદુષણને લઇને હોબાળો રહ્યો છે.
બીજી બાજુ એમેઝોનની બ્લેક ફ્રાઇડે સેલને રોકવાથી પ્રદુષણને કઇ રીતે રોકી શકાય છે તેની વાત કરવામાં આવી નથી. કેટલાક સંશાધનોની બરબાદી માટેના કારણ આપવામાં આવી રહ્યા છે. નિષ્ણાંતો એક બાબતને લઇને તો ચોક્કસ છે કે છુટના કારણે વધારે પ્રમાણમાં લોકો ચીજોની ખરીદી કરે છે. આના કારણે પ્રદુષણ અને સંશાધનો બંનેને નુકસાન થાય છે. હતી. પેરિસમાં હાલમાં જોરદાર પ્રદર્શન જારી છે. કંપનીના ગોડાઉનની બહાર લોકો એકત્રિત થઇ ગયા છે. એમેઝોન તરફથી આ સંબંધમાં કોઇ વાત કરવામાં આવી નથી. બ્લેક ફ્રાઇડે સેલ હવે બંધ થશે કે કેમ તેને લઇને ફ્રાન્સના સામાન્ય લોકોમાં ચર્ચા છે. સુધારાની સામે પણ કેટલાક લોકો મેદાનમાં આવ્યા છે. ખાસ કરીને વેપારી સમુદાયના લોકો આની સામે વાંધો ઉઠાવી રહ્યા છે. રોક મુકવામાં આવશે તો એમેઝોનને ભારે નુકસાન થઇ શકે છે. અન્ય દેશો પણ આવુ કરી શકે છે.