વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૦ સીટો પર ભારતીય જનતા પાર્ટીએ એક લાખ કરતા વધારે અંતરથી જીત હાંસલ કરી હતી. આટલા મોટા અંતરને કાપવા માટે નરેન્દ્ર મોદી સરકારની સામે એક પ્રચંડ લહેરની જરૂર છે. આવી સ્થિતીમાં મોદીને એજ વખતે હાર આપી શકાય છે જ્યારે કોઇ એક પાર્ટી એટલી તાકતવર બને કે તેને ચૂંટણી પડકાર ફેંકી શકે. અથવા તો કોઇ મજબુત ગઠબંધન કરવામાં સફળતા હાંસલ થઇ શકે. આ રીતે બંને સ્થિતી હાલમાં દેખાઇ રહી નથી. કોંગ્રેસ પાર્ટી તેના સાથી પક્ષો સાથે આશરે ૨૩ ટકા મત અને ૬૭ લોકસભા સીટની સાથે મેદાનમાં ઉતરી છે. તેના નેતૃત્વમાં કોઇ મોટા ગઠબંધનની રચના કરવામાં આવી શકી નથી. કોંગ્રેસ પાર્ટી માટે કેટલાક અંશે કોઇ ચમત્કારની જરૂર દેખાઇ રહી છે.
ચૂંટણી પૂર્વે રહેલા આટલા મોટા અંતરને કાપવા માટે કોંગ્રેસ માટે ખુબ મુશ્કેલ છે. જો કોંગ્રેસ પાર્ટી ૨૦૧૪ના પોતાના ૧૯.૩૧ ટકા મતમાં પાંચ અથવા તો છ ટકા ઉમેરી પણ લે છે તો તે ૮૦થી ૯૦ સીટ સુધી જ પહોંચી શકે છે. તેની સામે અનેક પ્રકારના પડકારો રહેલા છે. નેતૃત્વની સ્પર્ધામાં તો મોદીની સામે કોઇ ચહેરો જ નથી. આની મનૌવૈજ્ઞાનિક અસર શુ થઇ રહી હશે તેને લઇને કલ્પના કરવી મુશ્કેલ નથી. મુદ્દા અને દેશવ્યાપી વાતાવરણ પર નજર કરવામાં આવે તો પુલવામા હુમલા અને ત્યારબાદ ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવા માટે ભારતની વાઇ કાર્યવાહી બાદ જનભાવનાનો ઉપયોગ કરીને માહોલ ભાજપે પોતાની તરફેણમાં કરી લીધો છે. કોંગ્રેસી નેતા આના પર પ્રશ્નો ઉઠાવીને આત્મઘાતી ભૂમિકા અદા કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ ચૌકીદાર ચોર હેના નારાને ચૂંટણી અભિયાનનો હિસ્સો બનાવ્યો હતો. મોદીએ યોજનાપૂર્વક મે ભી ચોકીદાર હુને એટલા પ્રભાવી રીતે રજૂ કરી ચુક્યા છે કે ટ્વીટર પર જોત જોતામાં દોઢ કરોડ લોકો તેને ટેગલાઇન બનાવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૪માં ચાયવાલા અભિયાનની સામે આ વખતે નવી ઝુંબેશ છે. મોદીએ આક્રમક વ્યુહરચના અપનાવી છે. ભાજપે ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ જનતાની સામે પ્રશ્ન કરી દીધો હતો કે આપને મજબુત સરકાર જોઇએ કે પછી મજબુર સરકારની જરૂર છે. વાયુ સેનાની કાર્યવાહીને ભાજપ મજબુત સરકારના દાખલા તરીકે રજૂ કરી રહી છે.