સંગઠન પર મજબુત પક્કડ અને રાજકીય દાવપેંચ મારફતે વિપક્ષ માટે હમેંશા પડકારરૂપ બની ચુકેલા ભારતીય જનતા પાર્ટીની પ્રમુખ અમિત શાહ માને છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપની સીટો ઘટશે નહીં બલ્કે વધશે. સાઉથ અને નોર્થ ઇસ્ટમાં સીટોની સંખ્યા ભારતીય જનતા પાર્ટીની વધવા જઇ રહી છે. જા કે તેઓ માને છે કે આ ચૂંટણીમાં ઉત્તર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સીટો કેટલીક ઘટશે પરંતુ સીટો એટલી ઘટશે નહી જેના કારણે ભરપાઇ કરી શકાય નહીં. શાહ દાવો કરે છે કે ભાજપને સૌથી મોટો ફાયદો નોર્થ ઇસ્ટ બંગાળ, ઓરસ્સા, તેલંગણા, કર્ણાટક અને કેરળમાં થનાર છે.
આ રાજ્યોમાં પાર્ટીની સીટો વધનાર છે. ભારતીય જનતા પાર્ટીને બહુમતિ આંકડા સુધી પહોંચાડી દેવા મોદી અને શાહે હાલમાં તમામ તાકાત લગાવી દીધી છે. રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતા ઉત્તરપ્રદેશમાં પાર્ટીને નુકસાન થવાની શક્યતા તમામ સર્વે અને પોલમાં કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતીમાં તેના માટે ભરપાઇ કરવાની બાબત સરળ રહેશે નહીં. ગયા વખતે ભારતીય જનતા પાર્ટીએ ૮૦ પૈકી ૭૦થી વધુ સીટો જીતીને સપાટો બોલાવ્યો હતો. આ વખતે સ્થિતી બદલાઇ રહી છે. ચાર તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે. દેશના મતદારોના મનમાં શુ ચાલી રહ્યુ છે તે અંગે કોઇ વાત કરવા તૈયાર નથી. એકબાજુ ભાજપના તમામ લોકો કહે છે કે મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે દેશના લોકો મન બનાવી ચુક્યા છે. જ્યારે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સહિતના લોકો કહી રહ્યા છે કે ભાજપની હાર થનાર છે. કોંગ્રેસ પાર્ટી સત્તામાં એન્ટ્રી કરનાર છે.
ગ્રાઉન્ડ રીપોર્ટ મુજબ કેટલા રાજ્યોમાં નારાજગી પણ જાવા મળી રહી છે. જા કે સંતોષ દેખાવનાર લોકોની સંખ્યા વધારે છે. આને શાસન વિરોધી લહેર તરીકે ગણી શકાય નહીં. વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાગની સીટો ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તિસગઢમાં મેળવી હતી. આમાં તો હવે સીટો ઘટી રહી છે ત્યારે બાકીની સીટો ક્યાથી આવનાર છે આવા પ્રશ્ન કરનાર લોકોની સામે ભાજપના જાણકાર લોકો કહે છે કે સીટો ઘટશે પરંતુ એટલી સીટો ઘટશે નહીં કે ભરપાઇ કરી શકાય નહી. કેટલીક જગ્યાએ દેખાવ વર્ષ ૨૦૧૪ની જેમ પણ રહી શકે છે. ંગાળ, ઓરિસ્સામાં જારદાર ફાયદો થઇ શકે છે. આ રાજ્યોમાં સીટો પણ વધી શકે છે. અમે તમામ આંકડાને ધ્યાનમાં લઇ લઇએ તો સીટો ઘટશે નહીં બલ્કે વધશે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં વર્ષ ૨૦૧૪ જેવો જુસ્સો દેખાઇ રહ્યો નથી તેમ પણ કેટલાક લોકો માને છે. જા કે આના જવાબમાં ભાજપના લોકો કહે છે કે તેમને તો જાશ દેખાય છે. જે સભામાં પણ જાય છે ત્યાં મોદી મોદીના નારા જાવા મળી રહ્યા છે. લોકોને તેઓ વાત કરે છે તો તમામ લોકો કહે છે કે મોદી ફરી વડાપ્રધાન તરીકે આવવા જાઇએ. અમિત શાહ અને પાર્ટીના કેટલાક વ્યુહરચનાકારો માને છે કે કોઇ પણ રાજ્યમાં છેલ્લી ચૂંટણીના આધાર પર સીટોને ગણવામાં આવે છે. જેથી બિહારમાં સાથી પક્ષોને કેટલીક જીતેલી સીટો પણ આપવામા ંઆવી છે. ૫૦ ટકા મત હિસ્સેદારી મળી શકશે કે કેમ તેવી વાત તમામ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને સમાજવાદી પાર્ટીએ હાથ મિલાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી માટે પડકારરૂપ સ્થિતી સર્જાઇ છે.
બંગાળમાં ટીએમસી, કોંગ્રેસ અને ડાબેરીઓ અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. યુપીમાં બસપા અને સપા સાથે છે. પરંતુ કોંગ્રેસ અલગ છે. માત્ર કર્ણાટકમાં ગઠબંધનની સ્થિતી રહેલી છે. યુપીમાં તો ત્રિકોણીય લડાઇ છે જેનો ફાયદો પાર્ટીને મળનાર છે. ભારતીય જનતા પાર્ટી કોઇ રાજ્યમાં લડાઇને હળવાશથી લેવા માટે ઇચ્છુક નથી.