કોલકાતા : કોલકાતામાં મમતા બેનર્જીની પ્રચંડ રેલી અને મહાસંમેલન દરમિયાન મોદી સરકાર ઉપર વિપક્ષી દળોએ આકરા પ્રહાર કર્યા હતા. રેલીનું નેતૃત્વ કરી રહેલા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ઇવીએમ ઉપર વાંધાઓને લઇને તમામ પક્ષો ચૂંટણી પંચને મળશે. આ વિષય ઉપર ડ્રાફ્ટ કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી, બસપના વડા સતીષ મિશ્રા અને સપાના વડા અખિલેશ તૈયાર કરશે. આ પહેલા મિશ્રાએ પ્રશ્નો ઉઠાતા કહ્યું હતું કે, વર્તમાન સરકારને ઉઠાવીને ફેંકવાની ઇચ્છા દેશની પ્રજા ધરાવે છે. આ લોકો ઇવીએમ સાથે ચેડા કરી શકે છે. તમામ પક્ષો એકત્રિત થઇને ઇલેક્શન કમિશન સમક્ષ રજૂઆત કરવામાં આવશે. અખિલેશે કહ્યું હતં કે, ભાજપની પાસે સાડા ચાર વર્ષના ગાળા બાદ પણ એ પ્રશ્નના જવાબ નથી જેના વચન આપવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશમાં ખોટા વચનો આપીને ભાજપના લોકો સત્તા પર આવ્યા છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતં કે, અમે તમામ મમતા બેનર્જીને આ રેલી માટે અભિનંદન આપી ચુક્યા છે. વ્યાપક પ્લેટફોર્મ ઉપર આટલી પાર્ટીઓ એક સાથે આવે તે ઐતિહાસિક છે. ભાજપની સામે મજબૂત ઉમેદવાર ઉભા થાય તે જરૂરી છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, દુનિયામાં ૩થી ચાર દેશ એવા છે જ્યાં ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં જુનિ બેલેટ વ્યવસ્થા ઉપર ભારત જાય તે સારી બાબત છે. સમય ઓછો છે. ચૂંટણી આડે બે મહિના રહ્યા છે જેથી અમારી માંગ છે કે, દરેક મશીનના વીવીપેટની વ્યવસ્થા લાગુ થવી જાઇએ. આનાથી પણ મહત્વની બાબત એ છે કે, ૫૦ ટકા મશીનોના વીવીપેટના વેરિફિકેશન થવા જાઇએ. મમતાની રેલીમાં ૨૩થી વધુ પક્ષોના સભ્યો એક મંચ ઉપર આવ્યા હતા અને મોદી સરકારને દૂર કરા એક સુરમાં વાત કરવામાં આવી હતી.