ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ દાવો કર્યો છે કે રાજસ્થાનમાં આ વર્ષના અંતે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં જીત હાંસલ કરી તેમની પાર્ટી ત્રણ તૃત્યાંશ બહુમતિની સાથે સરકાર બનાવશે.તેમણે દાવો કર્યો છે કે ભાજપ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે.જયારે બાકી તમામ પાર્ટી ફેમિલી પાર્ટી(પરિવારવાળી પાર્ટી) બની રહી ગઇ છે.ભાજપ રાજસ્થાન પ્રદેશ કાર્ય સમિતિ બેઠકને સંબોધિત કરતા નડ્ડાએ આ વાત કરી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુશલ નેતૃત્વમાં ૨૦૨૩માં રાજસ્થાનમાં ભાજપની ત્રણ તૃત્યાંશ બહુમતની સરકાર બનશે અને વારંવાર ભાજપની સરકાર બનશે.
પાર્ટી દ્વારા દ્વારા જારી નિવેદન અનુસાર નડ્ડાએ પોતાના સંબોધનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે.બાકી તમામ પાર્ટી ફેમિલી પાર્ટી બની રહી ગઇ છે.એક ફેમિલીની પાર્ટીના રૂપમાં કોંગ્રેસની ઓળખ બની ચુકી છે.ક્ષેત્રીય પાર્ટી પણ ફેમિલી પાર્ટી બની રહી ગઇ છે. નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસની અશોક ગહલોત સરકારના શાસનમાં રાજસ્થાનના ખરાબ સ્થિતિ બની છે જેમાં મહિલા અપરાધ દલિત સાઇબર અપરાધનો ગ્રાફ તેજીથી વધી રહ્યો છે.વિજળી,પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ કોંગ્રેસ સરકારના શાસનમાં સતત વધારાથી પ્રદેશની પ્રજા સામાન્ય નાગરિક પરેશાન છે.તેમણે કહ્યું કે અમે ફકત રાજનીતિક સંગઠન જ નહીં પરંતુ માનવીય પાસાની સાથે સામાજિક કાર્યો માટે પણ કામ કરનારી પાર્ટી છે અને પાર્ટીના સામાજિક પાસાને સમગ્ર ભારતવર્ષ અને પુરી દુનિયાએ કોરોના કાળમાં જોયા