કોંગ્રેસની ભારત જોડો યાત્રાના કર્ણાટકથી પસાર થવાની વચ્ચે પાર્ટીએ કહ્યું કે આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા પ્રદેશના તમામ વર્ગોના લોકો સુધી પહોંચવા માટે તે સમગ્ર રાજયમાં આ રીતની પદયાત્રા આયોજિત કરશે ભારત જોડો યાત્રામાં સામેલ થવા આવેલા કોંગ્રેસના મહામંત્રી અને કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે પાર્ટી આગામી કેટલાક મહીનાઓમાં ત્રણ યાત્રા આયોજીત કરશે જે પ્રદેશની તમામ વિધાનસભા બેઠકોમાંથી પસાર થશે રાજયની ભાજપ સરકારની ટીકા કરતાં સુરજેવાલે કહ્યું કે અમે પ્રદેશની આ ૪૦ ટકા કમીશનવાળી સરકારની નિષ્ફળતાઓને જાહેર કરવા અને લોકો સુધી પહોંચવા માટે રાજયના તમામ ત્રણ વિસ્તારો અને પ્રત્યેક વિધાનસભામાં યાત્રા કરીશું તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતને એક કરશે જેને ભાજપ વિભાજિત કરવા ઇચ્છે છે અને સમાજમાં શાંતિ અને ભાઇચારાને વધારવાનો કોંગ્રેસ પ્રયાસ કરશે તેમણે કહ્યું કે ભાજપ જાતિ,ધર્મ,પંથ અને ધર્મના આધાર પર સમાજને વિભાજીત કરવા ઇચ્છે છે.
કોંગ્રેસ નેતાએ અનેક રાજયોનો હવાલો આપ્યો અને દાવો કર્યો કે પાર્ટી ચુંટણીઓમાં લાભ લેવા માટે એક સમુદાયને બીજાથી લડાવી રહી છે.તેમણે આરોપ લગાવ્યો કે આ સાંપ્રદાયિક વિભાજનનો એક માત્ર લક્ષ્ય મત લેવાનો છે. એ યાદ રહે કે ભારત જોડો યાત્રાને ૩૩ દિવસ થયા છે અને અત્યાર સુધી તે ૭૦૦ કીમીથી વધુનું અંતર નક્કી કરી ચુકી છે.તેની શરૂઆત સાત સપ્ટેમ્બરે કન્યાકુમારીથી થઇ હતી અને કાશ્મીરમાં સમાપ્ત થશે આ દરમિયાન તે ૩,૫૦૦ કિલોમીટરનું અંતર નક્કી કરી ૧૨ રાજયોમાંથી પસાર થશે