મુંબઇની બધી છ સીટ પર ભાજપ-શિવસેના આગળ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે લોકસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી અને  શિવ સેનાએ જારદાર સપાટો બોલાવ્યો હતો. દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમા ંપણ શિવ સેના અને ભાજપે જારદાર દેખાવ કરવા તરફ કુચ કરી લીધી છે. મુંબઇની તમામ સીટો પર ગઠબંધનની લીડ મેળવી લીધી છે.

છેલ્લા સમાચાર મળ્યા ત્યારે મુંબઇની નોર્થ, મુંબઇ નોર્થ સેન્ટરલ, મુંબઇ નોર્થ ઇસ્ટ, મુંબઇ નોર્થ વેસ્ટ, મુંબઇ સાઉથ સેન્ટરલ અને મુંબઇ સાઉથ સહિત તમામ સીટો પર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જીત તરફ વધી રહી છે. શિવ સેના અને ભાજપે સાથે મળીને સારો દેખાવ કરવા તરફ કુચ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માર્તોડકર પણ હાર મેળવે તેવી શક્યતા છે. એમ માનવામાં આવે છે કે મોદી લહેરની અસર જારદાર રીતે જાવા મળે છે.

ભાજપ અને શિવ સેના વચ્ચે લોકસભા પહેલા એક વખતે એમ માનવામાં આવી રહ્યુ હતુ કે બંને વચ્ચે સંબંધ તુટી જશે. બંને દ્વારા એકબીજા પર પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. જા કે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટી અને  શિવ સેનાએ સંબંધ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. આની અસર પણ આજે દેખાઇ હતી.

Share This Article