ભારતીય જનતા પાર્ટીના નેતાએ કોંગ્રેસના નેતા દિગ્વીજય પર હિંદુ શબ્દને લઇને પલટવાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સુધાંશુ ત્રિવેદીએ સોમવારે કોંગ્રેસના નેતાને જવાબ આપ્યો છે. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, દિગ્વીજય સિંહ છેલ્લા બે દિવસથી હિંદુ અને હિંદુત્વને લઇને એવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, જે ખૂબ તિરસ્કારપૂર્ણ અને અપમાનજનક હતા. તેમના મતે જો હિંદુ અને હિંદુત્વ નામનો કોઇ શબ્દ જ નથી તો રાહુલ ગાંધી જવાબ આપે કે રણદીપ સુરજેવાલ રાહુલને કેમ જનોઇધારી હિંદુ કહે છે.
બીજેપી નેતાએ પલટવાર કરતા કહ્યું કે જેવી રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા બોલી રહ્યાં હતા તે જોતા એવુ લાગી રહ્યું છે કે તેની પાસે જ્ઞાન જ નથી અને તેમની પાર્ટીનું આમાં કોઇ ષડયંત્ર દેખાઇ રહ્યું છે. વધુમાં તેમણે કહ્યુ કે, દિગ્વીજય સિંહને ઝાકીર નાયકમાં શાંતિના મસીહા જોવા મળે છે. હાફિઝમાં સાહેબ નજર આવે છે. કોંગ્રેસના નેતા શોભનીય ભાષામાં નહોતા બોલી રહ્યાં.
બીજેપી નેતાએ કહ્યુ કે મને જો હિંદુ શબ્દનો અર્થ નથી ખબર તો જવાહર લાલ નેહરૂની ડિસ્કવરી ઓફ ઇંડિયામાં તેનો અર્થ જાણી લે.