નવી દિલ્હી : પૂર્વીય ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાએ આજે મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. પોતાના પતિ રોબર્ટ વાઢેરાની સાથે દિલ્હીમાં લોધી એસ્ટેટ સ્થિત સરદાર પટેલ વિદ્યાલય બુથ ઉપર પ્રિયંકા અને રોબર્ટ વાઢેરાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો કે, ભાજપની સરકાર જઈ રહી છે. જનતામાં ભારે આક્રોશની સ્થિતિ છે. લોકો પોતાના નારાજગી મત મારફતે દુર કરનાર છે. પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે, ૧૫ લાખ અને ૨ કરોડના વચનો જેવા મુદ્દા પર મોદી કોઈ વાત કરી રહ્યા નથી. મોદી કઈ ચુક્યા છે. આ ચુંટણી ખુબ મહત્વપૂર્ણ છે. આ ચૂંટણી લોકશાહી અને દેશની સુરક્ષા માટે લડવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધી વાઢેરાએ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ કોઈ પણ વાતનો જવાબ આપતા નથી.
જે બાબતોનો જવાબ આપવાની જરૂર હોય છે તે બાબતોનો જવાબ આપતા નથી. રાહુલ ગાંધી દ્વારા ચર્ચા માટે પડકાર ફેંકવામાં આવ્યો હતો. પરંતુ આ મુદ્દે પણ મોદીએ કોઈ જવાબ આપ્યા ન હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે, પ્રજા પરેશાન દેખાઈ રહી છે. ચૂંટણી બાદ સરકાર જતી રહેશે.