નવી દિલ્હી : ચૂંટણી પંચને સુપ્રત કરવામાં આવેલા હાલના યોગદાન અંગેના રિપોર્ટમાં ભાજપે કબુલાત કરી છે કે તેના દ્વારા ૪૦૦ કરોડથી વધારેની રકમ એકત્રિત કરવામાં આવી છે. આ રકમ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ કરતા આશરે ૧૫ ગણી વધારે છે. એક અંગ્રેણી અંગ્રેજી અખબાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ બાદ આંકડા જાર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ભાજપે સૌથી વધારે નાણાં એકત્રિત કરી લીધા છે. તેને યોગદાન વધુ મળ્યુ છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીને માત્ર ૨૬ કરડજા રૂપિયા મળ્યા છે.
બંને પાર્ટીઓ દ્વારા વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં આ રકમની વાત કરી છે. સુત્રોએ કહ્યુ છે કે ફુલ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ ભાજપ માટે આ રકમ ૧૦૦૦ કરોડની આસપાસ પહોંચી શકે છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ના વાર્ષિક ઓડિટેડ ઇનકમ રિટર્ન અને બેલેન્સ શીટ હજુ ફાઇનલ કરી નથી. રાજકીય પક્ષોએ હજુ સુધી ઇલેક્ટોરલ બેસ્ટ ફંડિંગની માહિતી પણ આપી નથી. માનવામાં આવે છે કે ભાજપ દ્વારા આ રસ્તાથી પણ જંગી રકમ એકત્રિત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી. ત્યારે પાર્ટીની યોગદાન રકમ આના કરતા ઓછી હતી તેમાં હવે ૫૩ ટકાનો નોંધનીય વધારો થઇ ગયો છે. જે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.