ભોપાલ : જેમ જેમ રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સટોડિયાઓ પણ એક્ટીવ થઈ રહ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં કોની સરકાર બનશે તેને લઈને સટોડિયાઓ સક્રિય થઈ ગયા છે. સટોડિયાઓ હજુ માની રહ્યા છે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ફરીવાર ભાજપ જીત મેશવશે. જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની વાપસી થઈ શકે છે. હાલમાં રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીને લઈને પ્રયાસ કરી રહ્યા છે.
સટ્ટાબાજા પણ સક્રિય થઈ ચુક્યા છે. સટ્ટાબજારમાં ટ્રેન્ડની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ અને છત્તસીગઢ માટે ભાજપ ઉપર રેટ લાગી રહ્યા છે જે સાબિત કરે છે કે પાર્ટી તમામ મુશ્કેલી હોવા છતાં સત્તામાં વાપસી કરી શકે છે. સટ્ટાબાજા મુજબ કોઈ શખ્સ ભાજપ ઉપર ૧૦ હજાર રૂપિયા લગાવે છે તો તેને ભાજપ જીતવાની Âસ્થતિમાં તેને ૧૧ હજાર મળશે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ ઉપર ૪૪૦૦ રૂપિયા લગાવે છે તો કોંગ્રેસની વાપસીમાં ૧૦ હજાર રૂપિયા મળી શકે છે. કોંગ્રેસ ઉપર સટ્ટો લગાવનારને વધારે ફાયદો મળી શકે છે પરંતુ સટ્ટાબાજા માની રહ્યા છે કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની વાપસી મુશ્કેલ દેખાઈ રહી છે. ભાજપ પર સટ્ટો લગાવનારના પ્રોફિટ માર્જીની સ્થિતિ ઓછી છે કારણ કે સટ્ટાબાજા માને છે કે ભાજપ ઉપર વધુ લોકો સટ્ટો લગાવશે. એક બુકીએ કહ્યું છે કે ભાજપ મધ્યપ્રદેશમાં ફરીથી જીત મેળવશે. કોંગ્રેસની આશા ઓછી છે. ભાજપ છત્તીસગઢમાં પણ જીત મેળવી શકે છે પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસની સ્થિતિ સારી દેખાઈ રહી છે. ટિકિટની વહેંચણી બાદ સટ્ટાબજારમાં પણ ફેરફાર થઈ શકે છે.
હાલમાં જે પ્રવાહ છે તે પ્રવાહમાં ફેરફાર આવે તેવી શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે. દરેક ચૂંટણીમાં કરોડો રૂપિયાનો સટ્ટો લાગે છે. ફોન, વેબસાઈટ અને ઓનલાઈન મોબાઈલ એપ્લીકેશન મારફતે સટ્ટા લગાવવામાં આવે છે. જેથી પોલીસ સક્રિય રીતે તેમને પકડી શકતી નથી. ડીઆઈજી ધર્મેન્દ્ર ચૌધરીએ કહ્યું છે કે પોલીસ સટ્ટાબાજામાં સામેલ લોકોની સામે સ્પેશિયલ ઓપરેશન ચલાવી રહી છે. એસીપી ક્રાઈમ રશ્મી મિશ્રાએ માહિતી આપતા કહ્યું છે કે ક્રાઈમ બ્રાંચ પોતાના બાતમીદારોને એક્ટીવ કરી ચુકી છે. સટ્ટા વેબસાઈટ અને મોબાઈલ એપ પર ભોપાલ રેન્જના આઈજી જયદીપ પ્રસાદે કહ્યું છે કે નક્કર માહિતી મળ્યા બાદ પોલીસ આ પ્રકારના નેટવર્ક ચલાવતા લોકો સામે કાર્યવાહી કરશે. રાજ્યની સાઈબર સેલ આ પ્રકારની વેબસાઈટ ઉપર નજર રાખી રહી છે. ભોપાલના એસપી રાજેશ ભદુરીયાએ કહ્યું છે કે આવી કોઈપણ ગતિવિધિની સામે કાર્યવાહી કરવામાં આવશે જે આઈટી એક્ટની હદમાં આવે છે.