એમપી : ભાજપની ૧૭૭ ઉમેદવાર લિસ્ટ અંતે જારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભોપાલ :  ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી આજે જારી કરી હતી. ૧૭૭ ઉમેદવારોની યાદી જારી કરી દેવામાં આવી છે. પ્રથમ યાદીમાં ૩૫ ધારાસભ્યોની ટિકિટ કાપી દેવામાં આવી છે. અડધા ડઝનથી વધુ મહિલા ધારાસભ્યો પણ યાદીમાં સ્થાન મેળવી શકી નથી. મંત્રી હર્ષસિંહ અને બાબુલાલ ગૌરના નામ અંગે હજુ કોઇ નિર્ણય લઇ શકાયો નથી. યાદીમાં સૌથી મોટો ફટકો શિવરાજસિંહ ચોહાણના મંત્રી રહી ચુકેલા માયાસિંહને પડ્યો છે.

તેમની ટિકિટ કાપી દેવામાં આવી છે. માયાસિંહની જગ્યાએ સતીષ શિકરવારને ટિકિટ આપવામાં આવી છે. મયાસિંહ ગ્લાલિયરમાંથી ચૂંટણી લડતા રહ્યા છે. બેઠકોની વહેંચણીને લઇને ગુરુરના દિવસે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાજપનું સુશાન છે. નવેમ્બર ૨૦૦૫માં મુખ્યમંત્રી બનેલા શિવરાજસિંહ ચૌહાણ સતત ત્રીજી અવધિમાં મુખ્યમંત્રી છે. આ વખતે મધ્યપ્રદેશમાં ભાજપ સામે મોટા પડકારો રહેલા છે. ૨૩૦ વિધાનસભા સીટો માટે એકજ તબક્કામાં ૨૮મી નવેમ્બરે મતદાન થશે.

Share This Article