ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનુ વર્ષોથી પ્રભુત્વ રહ્યુ છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વર્ષો સુધી શાસન કરીને ગયા છે. મોદીના ગુજરાતમાં એકચક્રી શાસન પહેલા પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનુ પ્રભુત્વ હતુ. કેશુભાઇ પટેલ અને તે પહેલા પણ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી. દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા ગઢ તરીકે ગુજરાત છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટો છે. જ્યારે વિધાનસભાની ૧૮૨ સીટો છે. લોકસભા સીટ હેઠળ આવતી વિધાસભા બેઠકોમાં પણ ભારતીય જનતા પાર્ટી મજબુત સ્થિતીમાં છે. બુથ સ્તર પર પાર્ટી ખુબ મજબુત રહેલી છે.
તેની મજબુત પક્કડના કારણે તેના પર લોકોની નજર છે. સાથે સાથે અહીંના મતદારોમાં ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ પણ રહેલો છે. છેલ્લી ચૂંટણીમાં ૨૦૧૪માં મોદી લહેર હેઠળ ભારતીય જનતા પાર્ટીએ તમામ ૨૬ સીટો જીતી લીધી હતી. જા કે ત્યારબાદ યોજાયેલી વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યા બાદ તેમની સામે પડકારો વધી ગયા છે.
ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્યોએ પૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ભારતીય જનતા પાર્ટીને ૨૬ પૈકી ૨૬ સીટો અપાવી શકે છે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી છે. રાજકીય પંડિતો માને છે કે કેટલીક સીટોનુ નુકસાન થઇ શકે છે.