લોકસભાની ચૂંટણી પૂર્ણ થાય બાદ સાબિતી મળી ગઇ છે કે ભારતીય જનતા પાર્ટી હવે સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે. વિશ્વની સૌથી જુની પાર્ટી તરીકેની છાપ ધરાવનાર કોંગ્રેસ પાર્ટીની હાલત છેલ્લા ૧૦ વર્ષમાં ખુબ ખરાબ થઇ ગઇ છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને માત્ર બાવન સીટો મળી છે. જ્યારે વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસને ૪૪ સીટો મળી હતી. ભારતીય જનતા પાર્ટીને આ વખતે ૩૦૩ સીટો મળી છે. તેની સીટની સંખ્યા વર્ષ ૨૦૧૪ કરતા પણ વધી ગઇ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ ભારે મહેનત કરી હોવા છતાં તેમની પાર્ટીનો ફ્લોપ શો રહ્યો છે.
જ્યારે મોદીની લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. ચૂંટણીમાં જીત બાદ ભારતીય જનતા પાર્ટી વધારે મજબુતી સાથે આગળ વધી છે. જ્યારે કોંગ્રેસ વધારે મુશ્કેલીમાં છે. તેમની સામે આગામી દિવસોમાં વધારે જટિલ Âસ્થતી રહેનાર છે. રાજકીય પંડિતો પણ પોતાની મુલ્યાંકનની પ્રક્રિયામાં લાગી ગયા છે. જો કે દેશની રાજકીય ગતિવિધીઓમાં સક્રિય રીતે સામેલ રહેલા લોકો આંકડા સાથે માહિતી આપતા કહે છે કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે કોંગ્રેસ કરતા વધારે સંખ્યામાં સીટો મેળવી છે. ભાજપે કોંગ્રેસ કરતા વધારે રાજ્યોમાં જીત મેળવી છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો પાંચ વર્ષમાં થયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં દરેક ત્રણમાંથી ઓછામ