પૂર્વોતરના આઠ રાજ્યોની ૨૫ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેના માટે આ જીતના નવા મેદાન તરીકે છે. તેને લાગે છે કરે દેશના અન્ય વિસ્તારોમાં જ્યાં નુકસાન થઇ શકે છે ત્યાંની ભરપાઇ આ રાજ્યો મારફતે કરવામાં આવનાર છે. વિવાદાસ્પદ નાગરિક સુધારા બિલને લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યા બાદ આસામ સરકારમાં સાથી પક્ષ તરીકે રહેલા આસામ ગણ પરિષદે તેની સાથે જાન્યુઆરી મહિનામાં છેડો ફાડી લીધો હતો. ૬૩ દિવસના લાંબા ગાળા બાદ ભાજપ અને આસામ ગણ પરિષદ ફરી એકવાર એક સાથે આવી ચુક્યા છે. ભાજપે આસામની ૧૪ સીટો પૈકી ત્રણ સીટો આસામ ગણ પરિષદ અને એક સીટ બોડો પીપલ્સ ફ્રન્ટ માટે છોડી દીધી છે.
બીજી બાજુ કોંગ્રેસે સિલચરમાંથી સુÂશ્મતા દેવ, કાલિયાબરમાંથી ગૌરવ ગોસાઇ સહિત પાંચ સીટો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે આસામમાં પ્રભાવ જમાવવા માટે હિન્દુ મુસ્લિમ વોટ ભાજપ અને એઆઇયુડીએફમાં વિભાજિત થવા લાગી ગયા છે. આની કિંમત કોંગ્રેસ અને આસામ ગણ પરિષદને ઉઠાવવાની ફરજ પડી રહી છે. બીજી બાજુ એનઆરસી તેમજ નાગરિક સુધારા બિલ ભારતીય જનતા પાર્ટી માટે હવે મુશ્કેલી ઉભી કરે છે. સરકારે આ વખતે બજેટમાં ચાના કારોબાર સાથે જાડાયેલા શ્રમિકો માટે ભેટનો વરસાદ કરી દીધો છે. ચા સાથે જોડાયેલા શ્રમિકો મુળભુત રીતે કોંગ્રેસની વોટ બેંક તરીકે ગણવામાં આવે છે.
પરંતુ હવે હવે ભાજપની સાથે આ લોકો જોડાઇ રહ્યા છે. જેથી આસામમાં હવે મુખ્ય ટક્કર કોંગ્રેસ અને ભાજપ-આસામ ગણ પરિષદ વચ્ચે દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી પૂર્વોતરના બે બે રાજ્યો ધરાવતા વિસ્તારમાં પણ ની તાકાત ફરી હાંસલ કરવા માટેના પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે મેઘાલયની બે અને નાગાલેન્ડની એક સીટ પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. પૂર્વોતરમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય રણનિતીકાર અને નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના સંયોજક હિમંત શર્માને ભાજપ તેજપુર સંસદીય બેઠક પરથી મેદાનમાં ઉતારી શકી છે. હિમંતને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા બાદ તેજપુરના વર્તમાન સાંસદ રામ પ્રસાદ શર્માએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. જ્યારે કેન્દ્રિય પ્રધાન રાજેન ગોહાઇએ તેમના પર ચાલી રહેલા શોષણના કેસના કારણે છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.
આવી સ્થિતીમાં ભાજપની સામે પૂર્વોતરની સ્થિતીને સરળ રીતે પાર પાડવાની બાબત મુશ્કેલ રૂપ છે. આસામ સહિત પૂર્વોતરના કેટલાક રાજ્યોમાં સત્તામાં રહેવાનો લાભ ભાજપ અને તેના સાથીઓને ચોક્કસ પણે મળી શકે છે. આસામમાં ભાજપ, આસામ ગણ પરિષદનો દેખાવ શાનદાર રહ શકે છે. ભાજપ શાસિત રાજ્ય સરકારો કેન્દ્રની યોજનાને રજૂ કરીને પણ મોટા લાભ લેવા માટેના પ્રયાસમાં છે. લોકસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો તેમની તૈયારીમાં વ્યસ્ત છે. પૂર્વોતરની ૨૫ સીટની વાત કરવામાં આવે તો છેલ્લી વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે આઠ અને કોંગ્રેસે આઠ સીટો જીતી હતી. આ વખતે સ્થિતી કેવી રહે છે તે બાબત પર તમામની નજર રહેશે. પૂર્વોતરમાં એયુઆઇડીએફને ત્રણ સીટો મળી હતી. એનપીપીને એક સીટ મળી હતી.
સીપીએમને બે સીટો મળી હતી. લોકસભા ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે ત્યારે આ વખતે ભાજપ અને કોંગ્રેસના દેખાવ પર તમામની નજર રહેશે. બંને પાર્ટીઓ પૂર્વોતરમાં હવે ઝંઝાવતી પ્રચાર માટેની તૈયારીમાં છે. દેશમાં પુલવામા હુમલા અને ત્યારબાદ ભારત દ્વારા જે પ્રકારની કાર્યવાહી હવાઇ હુમલા કરીને કરવામાં આવી હતી તેના કારણે રાષ્ટ્રવાદો મુદ્દો પણ હવે પ્રબળ બની રહ્યો છે. જુદા જદા રાજકીય પક્ષો હવે ભાજપ સામે લડવા માટે કોઇ મુદ્દાને ઉઠાવવા માટે તૈયારી કરી રહ્યા છે.