છેલ્લા બે વર્ષમાં દેશમાં લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપની શ્રેણીબદ્ધ હારને પગલે લોકસભામાં તેનું સંખ્યાબળ ૨૮૨ બેઠકમાંથી ઘટીને ૨૭૨ બેઠક થયું છે. જો કે નોમિનેટ કરેલા સભ્યો ગણતાં તેનું સંખ્યાબળ ૨૭૪ ગણાય. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે પોતે ૨૮૨ બેઠકો મેળવી બહુમતી મેળવી હતી અને ૧૨ સાથી પક્ષો સાથે લઈ બહુમતી સરકાર બનાવી હતી.
વિવિધ ચૂંટણીમાં પરાજયને કારણે ૩૧મી મેના રોજ તેની પાસે ૨૭૨ બેઠક રહી છે. લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી હાલ ચાર બેઠકો ખાલી હોઈ બહુમતી માટે ૨૭૦ બેઠકની જરૃર રહે છે. યેદિયુરપ્પા અને બી શ્રીમાલુના રાજીનામા અને તેઓ પક્ષના હિતમાં ઉપયોગી થયા નહીં. તે ઉપરાંત મહારાષ્ટ્રની પાલઘર બેઠક જાળવી રાખતા સંસદમાં હવે તેની ૨૭૨ બેઠક રહી છે.
જ્યારે કર્ણાટકની ત્રણ અને કાશ્મીરની એક એમ ચાર બેઠક ખાલી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે હવે જેટલો સમય રહ્યો છે તેમાં થતા ફેરફારને કારણે ભાજપે સત્તા પર રહેવા માટે સાથી પક્ષોને ટેકો લેવો પડશે. છેલ્લા બે વર્ષમાં ભાજપે લોકસભાની બે બેઠક જાળવી રાખી છે અને સાત ગુમાવી છે.