ગુગલ પર એડમાં ખર્ચ કરનારમાં ભાજપ ફર્સ્ટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : ટેકનોલોજીની મહાકાય કંપની તરફથી હાંસલ કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી ગુગલ ઉપર રાજકીય એડ આપવાના મામલામાં ખર્ચમાં સૌથી આગળ છે. ભાજપ ટોપ એડવેર્ટાઈઝર તરીકે છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ક્ષેત્રિય પક્ષો બીજા સ્થાન પર છે. એક સપ્તાહમાં ચૂંટણીને લઇને કરાયેલા ખર્ચ અંગે આંકડા જારી કરાયા છે. ભાજપે ૧૯મી ફેબ્રુઆરી બાદથી ૫૫૪ રાજકીય એડ ઉપર ૧.૨૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે જ્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ છેલ્લા દોઢ મહિનાના ગાળામાં ગુગલ ઉપર ૮૩૧ રાજકીય એડ ઉપર ૩.૭૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ગુગલ ઇન્ડિયાએ આજે આ સંદર્ભમાં યાદી જારી કરી છે જેમાં ૧૯મી ફેબ્રુઆરી બાદથી પોલિટિકલ એડ અંગે કરાયેલા ખર્ચ અંગની વિગતો આપવામાં આવી છે.

Share This Article