નવી દિલ્હીઃ ભાજપાએ જમ્મુ-કાશ્મીરમાં પીડીપીને આપેલુ સમર્થન પાછું ખેચી લેવાની જાહેરાત કરી છે. ભાજપાના મહાસચિવ રામ માધવે દિલ્હીમાં આ બાબતે જાણકારી આપી છે.
મહેબુબા સરકારને ભાજપા ત્રણ વર્ષથી સમર્થન આપી રહી હતી. ૧૯ જાન્યુઆરી, ૨૦૧૫માં ગઠબંધનથી બનેલી આ સરકાર પોતાનો કાર્યકાળ પુરી કરી શકી નથી.
અમે ખંડિત જનાદેશ સાથે સરકાર ચલાવી રહ્યાં હતા, પરંતુ વર્તમાન સમયને જોતા આ સરકાર ચલાવી મુશ્કેલ જણાઇ રહ્યું હતું. અમે એક એજંડા હેઠળ સરકારની રચના કરી હતી. કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીર સરકારની સંભવિત તમામ મદદ કરી, પરંતુ જમ્મૂ કાશ્મીર સરકાર પૂર્ણ રીતે અસફળ રહી અને લડાખમાં વિકાસનું કામ પણ થયુ નથી. તેમણે હાલમાં જ વરિષ્ઠ પત્રકારની હત્યાનો ઉલ્લેખ કરી આઝાદી પર ખતરો છે તેમ રામ માધવે જણાવ્યું હતું.
રામ માધવે વધુમાં જણાવ્યું કે જમ્મૂ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, પરંતુ આજે જે સ્થિતિ છે તેના પર નિયંત્રણ રાખવા માટે આ નિર્ણય લીધો છે કે પ્રદેશમાં રાજ્યપાલનું શાસન લાગૂ કરવામાં આવે. અમને આશા હતી કે રાજ્યમાં રમઝાન મહીનામાં અમે આપેલા સીઝફાયરની સારી અસર દેખાશે. આ અમારી કોઇ લાચારી ન હતી. તેની કોઇ અસર આંતકવદિયો કે હુર્રિયત પર જોવા મળી હતી.
દિલ્હી ખાતે ભાજપા અધ્યક્ષ અમિત શાહે જમ્મૂ કાશ્મીર સરકારમાં સમાવિષ્ટ મંત્રીયો અને કેટલાંક ટોચના નેતા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે.