રાયપુર : છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. મતદાનને લઇને તમામ જગ્યાએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. છત્તિસગઢમાં પ્રથમ તબક્કામાં ઉંચુ અને રેકોર્ડ મતદાન થયા બાદ હવે બીજા તબક્કામાં ઉંચા મતદાનની વકી છે. તમામ રાજકીય પંડિતો અને ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પોતાની ગણતરી કરી રહ્યા છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે ૯૦ સીટો પૈકી ૪૯ સીટો જીતીને જારદાર સપાટો બોલાવ્યો હતો.
જ્યારે કોંગ્રેસ પાર્ટીને ૩૮ સીટો મળી હતી. રમણ સિંહ મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. છત્તિસગઢમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી માટે પડકારરૂપ સ્થિતી છે. કારણ કે અજિત જાગી કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુક્યા છે. માયાવતી સાથે ગઠબંધન કરીને જાગી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ વખતે બીજા તબક્કાની ચૂંટણીને પણ શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તમામ તૈયારી કરવામાં આવી છે. કેન્દ્રિય અર્ધલશ્કરી દળોની ૩૨ બટાલિયન ગોઠવી દેવામાં આવી છે. આ વિસ્તારમાં પહેલાથી જ ૧૧૭૦૦૦ સુરક્ષા જવાનો ગોઠવેલા છે.
તેમાં કેન્દ્રિય દળોના જવાનોનો ઉમેરો કરવામાં આવ્યો છે. છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણને લઇને તમામ તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં છેલ્લી ચૂટણીમાં ૭૫ ટકાથી વધારે મતદાન થયુ હતુ અને બીજા તબક્કામાં ૭૪ ટકા મતદાન થયુ હતુ.