ભાજપની બંપર લીડ……..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે આજે સવારમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ બંપર લીડ મેળવી લીધી હતી. ભાજપની બંપર લીડની સાથે સાથે નીચે મુજબ છે.

  •   લોકસભાની ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા શરૂ થયા બાદ ભાજપે બંપર લીડ મેળવી
  • શરૂઆતી મતગણતરી મુજબ જ ભારતીય જનતા પાર્ટીએ બહુમતિ મેળવી લેવાની દિશામાં કુચ કરી
  •  વર્ષ ૨૦૧૪ જેવા પરિણામ આવે તેવા શરૂઆતી સંકેત મળવા લાગી ગયા હતા
  •   નરેન્દ્ર મોદીની લહેર પાંચ વર્ષ બાદ પણ જારદાર રીતે અકબંધ રહી
  • ગુજરાત સહિતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો જારદાર દેખાવ
  • દેશના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રો ઇન્કમબન્સી વેવ દેખાતા રાજકીય પંડિતો આશ્ચર્યચકિત
  • મતગણતરી શરૂ થયા બાદ ચારેબાજુ ભાજપના કાર્યકરો ખુશીથી ઝુમી ઉઠ્યા
  • ભારતીય જનતા પાર્ટી દેશના અન્ય એવા રાજ્યોમાં કુચ કરી છે જેમાં ભારતીય જનતા પાર્ટી પહેલા કોઇ Âસ્થતી ધરાવતી ન હતી
  • બંગાળ સહિતના રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જારદાર દેખાવ કર્યો
  • ત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવ યાદવ દ્વારા બનાવવામાં આવેલા મહાગઠબંધનને વધારે સફળતા હાંસલ ન થઇ
  • બંગાળમાં મમતા બેનર્જીની સામે ભારતીય જનતા પાર્ટીએ જારદાર પડકાર ફેંક્યો
  • વિપક્ષની તમામ પ્રકારની વ્યુહરચના સંપૂર્ણ પણે નિષ્ફળ રહી
  • લોકસભાની ચૂંટણી આ વખતે સાત તબક્કામાં યોજાઇ હતી
  • લોકસભાની ચૂંટણી આ વખતે સાત તબક્કામાં યોજાઇ હતી જે પૈકી સરેરાશ ૬૦ ટકાથી વધારે મતદાન થયુ હતુ
  • લોકસભાની ચૂંટણી માટે તમામ મતદાનના તબક્કા પૂર્ણ થયા એÂક્ઝટ પોલના તારણ જારી કરવામાં આવ્યા હતા જે પૈકી તમામમાં એનડીએને બહુમતિ દર્શાવવામાં આવી હતી
  • સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા
  • એકઝિટ પોલમાં કેટલાક ચેનલે ૩૦૦ સીટ આપી હતી
  • તમામ વર્ગના લોકો દ્વારા ભાજપ અને એનડીએની તરફેણમાં મતદાન કરવામાં આવ્યુ છે. લોકસભા ચૂંટણી આ વખતે કેટલીક રીતે ઐતિહાસિક છે
  • હિન્દી પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીએ જારદાર સપાટો બોલાવ્યો
Share This Article