લોકસભા ચૂંટણી માટે મતદાનનો સિલસિલો જારી છે અને ચાર તબક્કામાં મતદાન થઇ ચુક્યુ છે. દરેક તબક્કામાં બંગાળની કેટલીક સીટ પર મતદાન થયુ છે. ખુબ ઉંચુ મતદાન પણ થઇ રહ્યુ છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ એકબાજુ ૪૨ પૈકી ૨૦ સીટ જીતવા માટે કમર કસી છે. સાથે સાથે મમતા બેનર્જીને રાજ્યમાંથી દુર કરવા માટે ભારતીય જનતા પાર્ટએ અત્યારથી જ તેની આક્રમક રણનિતી વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયાર કરી લીધી છે. તેના નેટવર્ક જમાવવા માટેની કામગીરી જોરદાર રીતે ચાલી રહી છે. મમતા બેનર્જીની હાલત વધારે ખરાબ થઇ રહી છે. વર્ષ ૨૦૧૪માં મોદી લહેર હોવા છતાં ભાજપને બે સીટ મળી હતી.
૪૨ પૈકી ભાજપને દાર્જિલિંગ અને આસનસોલ સીટ જીતી હતી. અલબત્ત વર્ષ ૨૦૧૧ની ચૂંટણીની તુલનામાં ભારતીય જનતા પાર્ટીની મત ટકાવારીમાં વધારો થયો હતો. ભાજપની મત હિસ્સેદારી ચાર ટકાથી વધીને ૧૭ ટકા સુધી વધી ગઇ હતી. હાલમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશના કેટલાક ચોક્કસ વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. જ્યાં તે અન્ય પાર્ટીની તુલનામાં નવી છે.
આ જ કારણ છે કે પાર્ટીએ બંગાળની સાથે સાથે આ વખતે ઓરિસ્સામાં પણ તમામ તાકાત લગાવી દીધી છે. બંગાળમાં ભાજપે લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી માટે પણ અત્યારથી જ તૈયારી કરી રહી છે. આવી સ્થિતીમાં ભાજપે સંગઠન પર ધ્યાન કેન્દ્રત કર્યુ છે. બંગાળમાં મોદી અને અમિત શાહ તમામ તાકાત લગાવી ચુક્યા છે. સાથે સાથે રાષ્ટ્રકવાદના મુદ્દાની અસર દેશભરમાં હાલમાં જોવા મળી રહી છે. આ તમામ બાબતો ભારતીય જનતા પાર્ટી માટે ચિત્ર મજબુત બનાવે છે. યુપીમાં થનાર સંભવિત નુકસાનને પહોંચી વળવા માટે ભાજપની નજર બંગાળમાં છે.