ભાજપની A++ બેઠક પર શાહની રેકોર્ડ જીત નિશ્ચિત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ભાજપ પ્રમુખ અમિત શાહ આવતીકાલે પહોંચી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત અને કાર્યક્રમોને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ગાંધીનગર ભાજપની A++  બેઠક રહી છે.

A++  એટલે સમગ્ર રાષ્ટ્રમાં સલામત અને રાષ્ટ્રીય નેતૃત્વ અને સત્કારી બેઠક તરીકે રહી છે. હંમેશા સંસદસભ્ય બનાવતા રાષ્ટ્રવાદી મતદારો ધરાવતી શ્રેષ્ઠ બેઠક પૈકીની ગાંધીનગર બેઠક રહી છે. આ વખતે ગાંધીનગર લોકસભાના વિજયના હંમેશા સારથી બનનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે ચુંટણી મેદાનમાં છે ત્યારે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સરસાઈનો નવો રેકોર્ડ સર્જે તેવી શક્યતા દેખાઈ રહી છે. વિક્રમી સરસાઈ સાથે અમિત શાહ આ બેઠક પરથી જીત મેળવે તેવી શક્યતા છે. સફળ લોકસેવકની ભૂમિકા ભજવનાર અમિત શાહ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા બાદ સોનામાં સુગંધ જેવી Âસ્થતિ સર્જાઈ છે.

ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. મતદારો પણ ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. મતદારો પોતાના અમિત શાહને ઐતિહાસિક વિજય અપાવવા ઉત્સુક દેખાઈ રહ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ સરસાઈનો રેકોર્ડ તોડશે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે. અમિત શાહે ફોર્મ ભરતી વખતે આ બેઠક પરના વિજય અને પ્રચારનો પ્રારંભ કરી દીધો હતો. આવતીકાલે ભાજપના સ્થાપના દિવસે વેજલપુરથી ફરી એકવાર ધમાકેદાર પ્રચાર કરનાર છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારની સાતેય બેઠકનું ૨૦૧૭નું પરિણામ સ્પષ્ટ કરે છે કે ભાજપની આ બેઠક સલામત છે. એટલે કે ભાજપની તરફેણમાં પરિણામ સ્પષ્ટ છે. આ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર અને નારાયણપુરા અને સાબરમતીનો સમાવેશ થાય છે.

ગાંધીનગર ઉત્તર અને કલોલ બે બેઠકની કોંગ્રેસની સરસાઈ ૧૩૭૦૧ મતોની હતી. આ તરફ સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારાયણપુરા અને સાબરમતી ભાજપની સરસાઈ ૨૮૩૦૬૩ મતોની હતી.

Share This Article