લખનૌ : ઉત્તરપ્રદેશમાં જીત માટે જાતિય સમીકરણની ભૂમિકા હમેંશા ખુબ મહત્વપૂર્ણ રહે છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ આની ચાવીરૂપ ભૂમિકા રહેનાર છે. હાલમાં દરેક પાર્ટી ઉત્તરપ્રદેશમાં જાતિય સમીકરણને ધ્યાનમાં લઇ રહી છે. કારણકે તમામ રાજકીય પાર્ટી સારી રીતે જાણે છે કે વિકાસની કેટલી પણ વાતો કરવામાં આવે તો પણ ઉત્તરપ્રદેશમાં છેલ્લે જાતિય સમીકરણ ભારે પડે છે. લોકસભાની ચૂંટણી તૈયારીમાં ભાજપ હજુ સુધી સૌથી આગળ છે. ચૂંટણી તૈયારીની સાથે સાથે નીચે મુજબ છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશમાં ચૂંટણી તૈયારી જોરદાર રીતે હાથ ધરવામાં આવી ચુકી છે જો
- જાતિય સમીકરણ તૈયાર કરવામાં અને ધ્યાન આપવામાં ભાજપ અન્યો કરતા આગળ
- ભાજપ વર્ષ ૨૦૧૯ની રણનિતી હેઠળ સામાજિક સંમેલનો મારફતે જુદા જુદા વર્ગ સુધી પહોંચવામાં વ્યસ્ત છે જેને યોગ્ય વ્યુહરચના ગણી શકાય છે
- ભાજપે વર્ષ ૨૦૧૪ની જેમ જ લોકસભામાં પ્રચંડ બહુમતિ હાંસલ કરવા માટે તૈયારી તમામ સ્તર પર હાથ ધરી છે
- ભાજપ હાલમાં એવી રણનિતી પર કામ કરે છે જેમાં દરેક જાતિ અને વર્ગના લોકોને નજીકના અંતરથી ભાજપ સાથે જાડી દેવામાં આવનાર છે
- ભાજપ ઉત્તરપ્રદેશમાં મહાગબંધનને હાર આપવા માટે આક્રમક તૈયારીમાં છે
- ભાજપ આ વખતે પછાત જાતિઓના સહારે પોતાની ચૂંટણી નૈયા પાર કરવા માટે તૈયાર છે
- જો ભાજપ પછાત જાતિઓને મનાવવામાં સફળ રહેશે અને તેમના ૫૦ ટકા મત મેળવી લેશે તો પણ ભાજપ લોકસભાની ચૂંટણી જીતી શકે છે
- પછાત જાતિ વોટ બેક પર નજર કરવામાં આવે તો કુલ ૩૫ ટકા છે જે પૈકી ૧૩ ટકા યાદવ, ૧૨ ટકા કુમી, ૧૦ ટકા અન્ય જાતિઓછે
- આ તમામ જાતિઓના ૫૦ ટકા મત મળે છે તો પણ ૬૦ સીટ સુધી તેને મળી શકે છે
- ૨૫મી ઓગષ્ટના દિવસે નિષાદ, કશ્યપ, ન્દિ, કેવટ, કહાર જાતિઓના સામાજિક સંમેલનો યોજાશે