ભાજપ બંગાળમાં સપાટો બોલાવશે ?

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ એગ્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા હતા. ગઇકાલે રવિવારના દિવસે મતદાનના સાતમા અને અંતિમ તબક્કાની પૂર્ણાહુતિ બાદ એગ્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા હતા. જેમાં મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર સત્તામાં વાપસી કરી શકે છે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી શાનદાર દેખાવ કરવા જઇ રહી છે તેવા સંકેત પણ મળી રહ્યા છે. હવે બંગાળમાં ભારતીય જનતા પાર્ટી વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં જે રીતે યુપીમાં સપાટો બોલાવ્યો હતો તેવો સપાટો બંગાળમાં બોલાવશે કે કેમ તેની ચર્ચા છે. એગ્ઝિટ પોલના તારણ સપાટી પર આવ્યા બાદ તમામ લોકો માની રહ્યા છે કે બંગાળમાં કઇ નવુ થનાર છે.

પોલના તારણ બાદ દાવાઓ કરવામા આવી રહ્યા છે. મોટા ભાગના પોલમાં મોદી સરકાર ફરી બની રહી છે. બીજી બાજુ ભાજપે બંગાળમાં મોટી જીત માટેનો દાવો કરી દીધો છે. એક્સીસ માય ઇન્ડિયાના એગ્ઝિટ પોલમાં બંગાળમાં ભાજપને ૧૯થી ૨૩ સીટો જીતવાની વાત કરવામાં આવી રહી છે. હવે રામ માધવે એવો દાવો કરીને પરિણામ પહેલા મુખ્યપ્રઘાન મમતા બેનર્જીની ઉંઘ હરામ કરી દીધી છે કે બંગાળ તમામ રાજકીય પંડિતોને ચોંકાવી દેશે. અમે અહીં ખુબ શાનદાર દેખાવ કરવાની આશા રાખી રહ્યા છીએ. બંગાળમાં દરેક વ્યક્તિએ મોદી અને ભાજપ પ્રત્યે પ્રેમ લોકો જાઇ રહ્યા છે.

વર્ષ ૨૦૧૪માં ઉત્તરપ્રદેશમાં જે પરિણામ મળ્યા હતા તેવા પરિણામ આ વખતે બંગાળમાં મળી શકે છે. ભાજપના મહાસચિવે કેન્દ્રમાં વિપક્ષે મહાગઠબંધનની તમામ શક્યતાને નકારી કાઢી છે. રામ માધવે કહ્યુ છે કે ચૂંટણી પહેલા મહાગઠબંધનની નિષ્ફળતા ફ્લોપ રહ્યા છે. કેટલીક પાર્ટીઓએ મહાગઠબંધન બનાવવા માટેના પ્રયાસ કર્યા હતા. જા કે આ રાજકીય પક્ષો કોઇ સફળ પ્રયોગ કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. વિરોધ પક્ષો શરૂઆતથી કહી રહ્યા હતા કે જે ચૂંટણી પહેલા કામ થઇ શક્યુ ન હતુ તે કામ હવે થઇ રહ્યુ છે. કોંગ્રેસ પાર્ટીને તો એક બે સીટો મળી શકે છે. ભારતીય જનતા પાર્ટીને ૧૧થી વધારે સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ટીએમસી અને અન્યો ૨૯ સીટની આસપાસ રહી શકે છે. જા કે મમતાને ફટકો પડે તેવા પોલના તારણ એક્સીસ માય ઇÂન્ડયા પોલના છે. જેમાં કહેવામાં આવ્યુછે તે ભારતીય જનતા પાર્ટીને ૧૯-૨૩ સીટ મળી શકે છે. તૃણમુળ કોંગ્રેસને પણ ૧૯-૨૨ સીટ મળી શકે છે. બંને પાર્ટીના વોટ શેયર ૪૧ ટકાની આસપાસ રહી શકે છે.

કોંગ્રેસ પાર્ટીને રાજ્યમાં ૮.૮ ટકા મત હિસ્સેદારી મળી શકે છે. ભારતીય જનતા પાર્ટીને ૩૧ ટકાથી વધારે મત મળી શકે છે. ટીએમસીને ૩૯ ટકા કરતા વધારે મત હિસ્સેદારી મળી શકે છે. બંગાળમાં વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મમતાની પાર્ટીએ જારદાર  સપાટો બોલાવી દીધો હતો. એ વખતે ટીએમસી દ્વારા કુલ ૪૨ સીટો પૈકી ૩૪ સીટો જીતી લીધી હતી. ડાબેરીને બે અને ભાજપને બે સીટ મળી હતી. જા કે ભારતીય જનતા પાર્ટી આ વખતે બે આંકડામાં પહોંચી જાય તેવા તારણ તમામ પોલમાં મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ ત્રીજા નંબરના મોટા અને રાજકીય ઉપયોગની દ્રષ્ટિએ બંગાળ છે.

અહીં તમામ સાતેય તબક્કામાં મતદાન થયુ હતુ. મતદાનના તમામ તબક્કામાં હિંસા થઇ હતી. જુબાની ખેંચતાણ ચમરસીમા પર પહોંચી હતી. મમતાએ  ભાજપ પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા ફેલાવી હોવાના આરોપો પણ થઇ રહ્યા છે. વ્યાપક હિસાના કારણે બંગાળમાં આ વખતે પ્રચારની પ્રવૃતિ એક દિવસ પહેલા જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. આ વખતે બંગાળમાં જે સ્થિતી હતી તેના કારણે તમામની નજર બંગાળના પરિણામ પર છે. મોદી અને શાહ તેમજ યોગીએ તમામ તાકાત બંગાળમાં લગાવી દીધી હતી.

Share This Article