સની દેઓલનો મોટો દીકરા કરણ દેઓલ ૧૮ જૂને દ્રિશા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો. બંનેએ પોતાના પરિવાર અને નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં સાત ફેરા લીધા. સોશિયલ મીડિયા પર પણ કરણ-દ્રિશાની પ્રિ-વેડિંગ સેરેમનીથી લઇને લગ્નની તસવીરો-વીડિયો છવાયેલા રહ્યાં. કરણની જાનમાં સની દેઓલ, બોબી, અભય દેઓલ અને દાદા ધર્મેન્દ્ર જાનૈયા બનીને નાચતા જોવા મળ્યા. તેવામાં ધર્મેન્દ્રની પહેલી પત્ની અને સની દેઓલની મા પ્રકાશ કૌર પણ પોતાના પૌત્રના લગ્નમાં પહોંચી, પરંતુ હેમા માલિની અને તેની બે દીકરીઓ ઇશા દેઓલ અને અહાના દેઓલ કરણના લગ્નમાં જોવા ન મળી. કરણ દેઓલ અને દ્રિશાની પ્રી-વેડિંગ સેરેમનીથી લઇને લગ્ન સુધી કોઇ ફંક્શનમાં તેની સાવકી દાદી હેમા માલિની કેફ ઇશા-આહાના જોવા ન મળી.
હેમા અને તેની બંને દીકરીઓ કરણની રોકા સેરેમનીમાં પણ સામેલ નહોતી થઇ. પરંતુ ફેન્સને આશા હતી કે કરણના લગ્નમાં તો ડ્રીમ ગર્લ જરૂર આવશે. પરંતુ તે ક્યાંય જોવા ન મળી. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ સાંસદ અને બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ હેમા માલિની પોતાના પતિ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર અને તેના પરિવારથી એક સન્માનજનક અંતર રાખવા માગે છે. તેથી તે કરણના લગ્ન કે દેઓલ પરિવારના કોઇ કાર્યક્રમમાં હાજર ન રહી. સાથે જ તેની બંને દીકરીઓએ પણ લગ્નના કોઇ ફંક્શનમાં ભાગ ન લીધો.
હેમા માલિનીએ ૧૯૮૦માં જ્યારથી ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા છે, ફક્ત હેમા માલિની જ નહી, પ્રકાશ કૌર પણ એક્ટ્રેસ અને તેની બે દીકરીઓથી અંતર જાળવીને રાખે છે. હેમા માલિનીની બંને દીકરીઓ ઇશા અને આહાનાના લગ્નમાં પણ પ્રકાશ કૌર હાજર રહી ન હતી. જણાવી દઇએ કે કરણ દેઓલ અને દ્રિશા આચાર્યએ મુંબઇની સૌથી ફેમસ હોટલ તાજ લેંડ્સ એન્ડ હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યુ હતું. જેમાં સલમાન ખાનથી લઇને દીપિકા પાદુકોણ, રણબીર કપૂર સહિત બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.