૨૦૧૭ના ડિસેમ્બરમાં બિટકોઈનના ભાવ ૧૯૭૦૦ ડોલરથી પણ ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. કિન્તુ છેલ્લા થોડા સમયથી બીટકોઈનના ભાવ ગગડી રહ્યા છે.
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈને કોઈનડેસ્ક એકસચેન્જ પર શુક્રવારે ૭૦૦૦ ડોલરની સપાટી તોડી હતી. ફેબુ્રઆ રી બાદ પ્રથમ જ વખત બિટકોઈન ૭૦૦૦ ડોલરની નીચે ગયાનું જોવા મળ્યું છે.૨૦૧૮ના ત્રણ મહિનામાં જ બિટકોઈનના મૂલ્યમાં પચાસ ટકાથી વધુનો ઘટાડો જોવાયો છે. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોકરન્સીઝ જેમ કે રિપલ અને લિટકોઈનના ભાવ પણ તૂટી ગયાનું જોવા મળ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીઝ નિયમનકારી દબાણ વધી રહ્યા છે અને વિવિધ સોશ્યલ મીડિયા પણ તેને જાકારો આપી રહ્યા છે અને પોતાના પ્લેટફોર્મ પર સ્થાન આપવાનું અટકાવી દીધું છે.