બિશ્કેક મિટિગને લઇને તમામ દેશોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ નજર કેન્દ્રિત થવાનુ કારણ સામાન્ય નથી. કારણ કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પ્રથમ વખત આમને આવનાર છે. પાકિસ્તાન પ્રત્યે ભારતે ખુબ આક્રમક વલણ અપનાવ્યુ છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ફેબ્રુઆરી મહિનામાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામા આવ્યા બાદ આ હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. દેશભરમાં આ હુમલાને લઇને લોકોમાં આક્રોશ વચ્ચે ભારતે ૧૨ દિવસના ગાળા બાદ પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા. જેમાં ત્રાસવાદીઓને ભારે નુકસાન થયુ હતુ.
ત્યારબાદથી લોકસભા ચૂંટણી અને ત્યારબાદથી હજુ સુધી ભારતે પાકિસ્તાન સામે લાલ આંખ રાખી છે. પાકિસ્તાનને વિશ્વમાં એકલુ પાડી દેવા માટે મોદી સરકારે જોરદાર કામગીરી હાથ ધરી હતી. જેની અસર હવે દેખાઇ રહી છે. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનની તમામ ચાલને નિષ્ફળ બનાવી દીધી હતી. ત્યારબાદથી પાકિસ્તાને સંબંધને સામાન્ય કરવા માટે શ્રેણીબદ્ધ ઓફર ભારતની સામે કરી છે પરંતુ ભારતે તમામ ઓફરને ફગાવી દીધી છે. હવે પાકિસ્તાન સાથે તંગદીલી અને પડોશી દેશોને પ્રાથમિકતા આપવાની નિતી હેઠળ ભારતની સામે કેટલાક નવા પડકારો રહેલા છે. આ સપ્તાહમાં જ શુક્રવારના દિવસે ૨૦ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોની આ બેઠક શરૂ થઇ રહી છે. જેમાં ત્રણ બહુરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધી મધ્ય એશિયાના દેશ કિર્ગિસ્તાનના પાટનગર ખાતે બિશ્કેકમાં મળી રહ્યા છે. સંધાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની આ બેઠકમાં ભારતની સામે કેટલાક પડકારો રહેલા છે.
ભારતની સામે જે પડકારો છે તે પૈકી એક પડકાર પડોશી દેશોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સાથે સાથે પાકિસ્તાનને અલગ રાખીને આગળ વધવાની રહેશે. ત્રાસવાદ પર બદલાઇ રહેલી વિચારધારામાં ભારત કઇ રીતે આગળ વધે છે તે ઉપયોગી રહેશે. આ ઉપરાંત ભારતની સામે બિશ્કેક બેઠકમાં ઇરાન અને વેનેઝયુએલા પાસેથી તેલની આયાત પર અમેરિકા દ્વારા લાગુ કરવામાં આવેલા પ્રતિબંધને પણ પડકાર તરીકે ગણવામાં આવે છે. ઇરાન અને વેનેઝ્યુએલા પર અમેરિકા દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધમાં કેટલીક જોગવાઇ રહેલી છે. જે જોગવાઇના કારણે ભારતને તકલીફ પડી રહી છે.
જો કે ભારત આ તમામ પડકારોને પહોંચી વળવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. અમેરિકાએ ઇરાન અને વેનેઝ્યુએલા પર પ્રતિબંધ મુકીને એવી જાગવાઇ રાખી છે જે જે દેશો તેમની સાથે કામ કરશે તે દેશો પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવનાર છે. આવી Âસ્થતીમાં અમેરિકાની સામે દલીલબાજીમાં ઉતરવા માટે ભારતને તૈયાર થવાની જરૂર છે. ભારતે ઇરાન સાથે સારા સંબંધ રાખીને હમેંશા આગળ વધવાની નીતિ અપનાવી છે. જો કે બીજી બાજુ હાલના વર્ષોમાં અમેરિકા સાથે પણ ભારતના સંબંધ નવી ઉંચી સપાટી પર પહોંચી ગયા છે. આવી સ્થિતીમાં અમેરિકાને નારાજ કરવાથી પણ ફાયદો નથી. આબેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. રશિયાની આર્થિક સ્થિતી હાલમાં સારી દેખાઇ રહી નથી.
જાણકાર લોકો કહી રહ્યા છે કે અમેરિકા દ્વારા વધારી દેવામાં આવેલા નિકાસના કારણે ભારતને કોઇ ખાસ નુકસાન થનાર નથી. બેઠકમાં તેલની ધાર પણ નક્કી થનાર છે. તમામ લોકો જાણે છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બિમ્સટેક દેશોએ પ્રથમ વખત પુણે ખાતે ત્રાસવાદ સામે લડવાના મુદ્દા પર સંયુક્ત રીતે લશ્કરી કવાયત યોજી હતી. હવે જાવા જેવી બાબત એ છે કે બિશ્કેકમાં મોદી ઇમરાન ખાન સાથે વાતચીત કરવા માટે તૈયાર થાય છે કે પછી પાકિસ્તાનની તમામ માંગને ફરી ફગાવી દઇને કઠોર વલણ અપનાવે છે. આ સંગઠના સૌથી શÂક્તશાળી દેશ તરીકે ચીન છે જે પાકિસ્તાનના નજીકના મિત્ર તરીકે છે. રશિયાના સંબંધ પણ ચીનની સાથે સાથે પાકિસ્તાન સાથે મજબુત થયા છે. આ તમામ બાબતો વચ્ચે ભારત કઇ રીતે પાકિસ્તાનની નીતિ પર કોઇ પણ બાંધછોડ કર્યા વગર આગળ વધે છે તે બાબત મહત્વપૂર્ણ રહેશે. બિશ્કેક મિટિંગમાં મોદીના વલણ પર નજર રહેશે.