હેપ્પી બર્થ ડે હનિ સિંઘ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
બોલિવુડ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનું રેવોલ્યુશન કરનાર વ્યક્તિનો આજે જન્મદિવસ છે..હેપ્પી બર્થ ડે હનિ સિંઘ..આપણે માનીએ કે ન માનીએ પરંતું હનીસિંધે આપણા દરેકના મોબાઇલનું પ્લે લિસ્ટ અજાણતા જ ચેન્જ કરી નાંખ્યું છે. જ્યારે પણ યો યોના સોંગના લિરીક્સ આપણા કાને પડે છે ત્યારે આપણે એને એન્જોય કર્યા વગર રહી નથી શકતાં.તેના દરેક ગીતમાં યો યો ટચ આપવાનું હનિ ક્યારેય ભૂલતો નથી.
15 માર્ચ 1983ના રોજ પંજાબના હોંશિયારપૂરમાં હ્રિદેશ સિંઘનો જન્મ થયો, અને આ જ હ્રિદેશ સિંઘ બોલિવુડ માટે આશિર્વાદ સાબિત થયો. હ્રિદેશે ટ્રીનીટી સ્કુલ યુ.કેમાંથી મ્યૂઝિકનો અભ્યાસ કર્યો અને હ્રિદેશમાંથી હની સિંધ બનીને ઘણા બોલિવુડ ફિલ્મોમાં મ્યૂઝિક આપ્યું,હનિ સિંધ બોલિવુડનો હાઇએસ્ટ પેઇડ મ્યુઝિક પ્રોડ્યુસર બની ગયો છે. તેના દરેક ગીત પર યુવાપેઢી પસંદગીનો કળશ ઢોળી દેતી હોય છે.
હનિસિંઘના આ સોંગ્સ વગર તો પાર્ટી અધૂરી લાગે છે.
અંગ્રેજી બીટ
ચાર બોટલ વોડકા
બ્રેક અપ પાર્ટી
લુંગી ડાંસ
મે શરાબી
યાર ના મિલે
પાર્ટી ઓલ નાઇટ
દિલ ચોરી
રેપર હનિસિંધની કોમ્પિટીશનમાં ઘણા બધા સિંગર છે છતા પણ પોતાની અલગ સ્ટાઇલને લીધે હનિસિંઘે તેનો અલગ ચાહકવર્ગ ઉભો કર્યો છે.. વેલ, હેપ્પી બર્થ ડે વન્સ અગેઇન..
Share This Article