આ બોલિવુડ એક્ટેરસ પોતાના ૩૩માં જન્મદિવસની ઉજવણી કરવા પહોંચી યુરોપ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: ફિલ્મ સ્ટાર જેમ જ થોડાક સમય માટે ફ્રી થાય છે ત્યારે તેઓ  મોજ મસ્તી કરવા માટે વિદેશ જતા રહે છે. હવે જેક્લીન પણ યુરોપના પ્રવાસે ઉપડી ગઇ છે. તે હાલમાં યુરોપમાં છે. તેની સાથે તેની માતા પણ છે. તે પોતાના ૩૩માં જન્મદિવસની ઉજવણી પણ ત્યાં જ કરનાર છે. કેટલાક નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જન્મદિવસના કાર્યક્રમમાં સામેલ થનાર છે.

ખાવા પીવાથી લઇને શોપિગ સહિતની તમામ પોતાની પસંદગીની ચીજોને તે માણનાર છે. તે આ વર્ષે સતત વ્યસ્ત રહી હતી. તેનુ કહેવુ છે કે તે હવે સમય કાઢી શકી છે અને ઉજવણી કરી રહી છે. તે પોતાના ખાસ દિવસને પરિવારની સાથે સેલિબ્રેટ કરનાર છે.

આ વર્ષના યાદગાર અનુભવ અંગે વાત કરતા જેક્લીન કહે છે કે જુડવા-૨ અને રેસ-૩ ફિલ્મમાં  કામ કરતી વેળા તેને ખુબ મજા પડી ગઇ હતી. પોતાના ફેશન બ્રાન્ડની લોંચ પણ તે કરી ચુકી છે. આગામી વર્ષની ઇચ્છા યાદી અંગે વાત કરતા તે કહે છે કે તે કેટલીક નવી ચીજો શિખનાર છે. તે ઉર્દુ ભાષા પણ શિખવા માટે ઇચ્છુક છે. આ ભાષા ખુબ સારી હોવાની વાત જેક્લીન કરી રહી છે. જ્યારે પણ તે આ ભાષાના સારા શબ્દો સાંભળે છે ત્યારે લખી લે છે. ત્યારબાદ પોતાની વાતચીતમાં તેનો ઉપયોગ કરવા માટે પ્રયાસ કરે છે. જેક્લીન પાસે પણ હાલમાં અનેક પ્રોજેક્ટ હાથમાં છે.

તે હાલમાં યુરોપમાં જુદી જુદી જગ્યાએ મોજ કરી રહી છે. જેક્લીનને જન્મ દિવસની શુભકામના આપવા માટે ચાહકો ઉત્સુક છે. જેક્લીન બોલિવુડમાં ટોપ ક્લાસ સ્ટાર તરીકે હાલમાં ઉભરી ચુકી છે. તે નવી નવી જગ્યાઓ ફરવા માટે ઉત્સુક બનેલી છે. તેની માતા પણ તેની સાથે છે. તેની રેસ અને જુડવા બન્ને બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ છે.

Share This Article