અમદાવાદ : ભારતના ટોચના ત્રણ ફર્ટિલિટી નેટવર્ક્સમાંથી એક બિરલા ફર્ટિલિટી અને IVFએ ફર્ટિલિટી સર્કલ (1800 123 1515)ની શરુઆત કરી છે, જે તેના ક્ષેત્રમાં પ્રથમ ટોલ ફ્રી હેલ્પલાઈન છે જે કોઈપણ રેકોર્ડ વિના ગોપનીયતાની સંપૂર્ણ કાળજી સાથે કાઉન્સેલિંગ સેવા પૂરી પાડે છે. સમગ્ર ભારતમાં અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ આ સેવા પ્રાદેશિક ભાષાઓમાં વિસ્તરણ કરવાની આવનારા દિવસોમાં યોજના છે. આ સેવા વ્યક્તિગત અને દંપતીઓને માર્ગદર્શન, ભાવનાત્મક ટેકો અને સ્પષ્ટતા પ્રદાન કરવા માટે રચાઈ છે, જે અંતર્ગત માતા-પિતા બનવાની તૈયારી કરી રહેલા, પ્રેગ્નન્સી અંગેના સવાલો, સારવાર વિશેના વિચારો અથવા ફર્ટિલિટીને લગતા પ્રશ્નો અંગે મૂંઝવણ હોય તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.
ફર્ટિલિટી સર્કલની રચના એવી જરુરિયાતને ધ્યાનમાં રાખીને કરાઈ છે, જે ઘણીવાર અકથિત હોય છે. ફર્ટિલિટી સંઘર્ષો ખૂબ જ વ્યક્તિગત હોય છે અને ઘણીવાર અલગ પડે છે. બિરલા ફર્ટિલિટી અને IVF દ્વારા હાથ ધરવામાં આવેલા એક ખાનગી અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પ્રજનન સંબંધી પડકારોનો સામનો કરી રહેલા 90%થી વધુ વ્યક્તિઓ મેન્ટલ સ્ટ્રેસ અનુભવે છે, છતાં માત્ર 29% લોકો સમયસર પ્રોફેશનલની મદદ લે છે. ઘણા લોકો મૂંઝવણ, દ્વેષભાવ અથવા ક્યાંથી શરુઆત કરવી તે જાણતા ન હોવાને કારણે મદદ મેળવવામાં બે વર્ષથી વધુ સમય સુધી વિલંબ કરે છે. ફર્ટિલિટી સર્કલનો ઉદ્દેશ્ય તાલીમ પામેલા કાઉન્સેલરો પાસેથી સંપૂર્ણ ગુપ્તતામાં મફત, દબાણ વિના અને નિર્ણાયક માર્ગદર્શન પૂરું પાડીને આ અંતરને દૂર કરવાનો પ્રયાસ કરાય છે.
વૈશ્વિક સંશોધન દર્શાવે છે કે વંધ્યત્વનો સામનો કરી રહેલા લગભગ ત્રણમાંથી એક વ્યક્તિ હાઈપર ટેન્શન, ચિંતા અથવા હતાશાનો અનુભવ કરે છે. ભારતમાં સારવાર લઈ રહેલા હાઈપર ટેન્શનના લોકોમાં એવા લોકોનું પ્રમાણ 6થી 7 ગણું વધારે જોવા મળે છે જે કુદરતી રીતે ગર્ભધારણ કર્યો નથી. આની અસર ભાવનાત્મક તણાવથી આગળ વધે છે, જેમાં અડધાથી વધુ લોકોએ જીવનની ગુણવત્તામાં ઘટાડો નોંધાવ્યો છે અને 38% લોકોએ કહ્યું છે કે, તેઓએ સારવારના બોજાને કારણે નોકરી છોડી દેવાનું વિચાર્યું છે.
બિરલા ફર્ટિલિટી અને IVFના સીઈઓ અભિષેક અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે લોકો માટે કોઈ ડર, દબાણ અને કોઈ ખર્ચ વિના વાતચીત શરુ કરવાનું સરળ બનાવવા માટે ફર્ટિલિટી સર્કલ શરુ કર્યું છે. કોઈ વ્યક્તિ જવાબ ઈચ્છતી હોય, આશ્વાસન મેળવવા ઈચ્છી હોય કે વ્યક્તિ માર્ગદર્શનની શોધમાં છે તો આ સેવા ખાતરી કરે છે કે તેઓ ફક્ત આ પ્રશ્નોનો જવાબ શોધવામાં એકલા નથી. અમે એ વાતને દર્શાવીએ છીએ કે સાચી ફર્ટિલિટી કેર ફેસિલિટી ક્લિનિક સુવિધાઓથી આગળ વધીને એક શરુઆત છે જે સ્પષ્ટતા અને સહાનુભૂતિથી ઘડાયેલી છે.
બિરલા ફર્ટિલિટી અને IVFના ચીફ માર્કેટિંગ ઓફિસર પારુલ ત્યાગીએ જણાવ્યું હતું કે, ફર્ટિલિટી સર્કલને ફર્ટિલિટી સંબંધિત પ્રશ્નો અથવા ચિંતાઓ ધરાવતા કોઈપણ માટે વિશ્વસનીય શરુઆતનું કેન્દ્ર બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. અમે ફર્ટિલિટી સ્વાસ્થ્ય વિશે વાતચીતને સામાન્ય બનાવવા અને આ સપોર્ટને વધારવા માટે સંસ્થાઓ અને પ્લેટફોર્મ સાથે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ.