સગર્ભા હોવાના અહેવાલોને બિપાશા દ્વારા ફરીથી રદિયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવનાર બિપાશા બાસુએ તે હાલમાં સગર્ભા હોવાના હેવાલને રદિયો આપ્યો છે. બિપાશાએ કહ્યુ છે કે તે આ પ્રકારના હેવાલને લઇને વારંવાર હેરાન થઇ જાય છે. આ પ્રકારના આધારવગરના હેવાલ ક્યાંથી આવે છે તે અંગે તેની પાસે માહિતી નથી. તેનુ કહેવુ છે કે મિડિયા હેવાલ આધારવગરના છે. તે હાલમાં જુદા જુદા પ્રોજેક્ટને લઇને વ્યસ્ત બનેલી છે. બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે વર્ષ ૨૦૧૬માં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદથી તેમના હેવાલ સતત આવતા રહ્યા છે. જેમાં તેમની ઉજવણી અને હનીમુનના હેવાલનો સમાવેશ થાય છે. આ હેવાલને લઇને બિપાશા હવે નારાજ થઇ ગઇ છે.

તેનુ કહેવુ છે કે મિડિયામાં સતત તેને લઇને આડેધડ હેવાલ આવી રહ્યા છે. ગયા વર્ષે બિપાશા બાસુ હોÂસ્પટલમાં પહોંચી હતી. ત્યારે પણ તેના સગર્ભા વસ્થાને લઇને હેવાલ આવ્યા હતા. તેનુ કહેવુ છે કે તે બિમાર હતી અને ઇન્ફેક્શનથી ગ્રસ્ત હતી જેથી સારવાર લેવા માટે હોÂસ્પટલમાં પહોંચી હતી. બિપાશા બાસુ બોલિવુડમાં અનેક વર્ષોથી રહી છે. જુદા જુદા રોલ પણ કર્યા છે. જા કે તેની સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ઉભી થઇ હતી. જેમાંથી તે બહાર નિકળી શકી નથી. તેના લગ્ન થયા ત્યાં સુધી તેની છાપ એક સેક્સી સ્ટાર તરીકે રહી હતી.

સારી સારી ભૂમિકા પણ ફિલ્મોંમાં કરી હોવા છતાં તે ટોપ ક્લાસ અભિનેત્રી તરીકે ઉભરી શકી ન હતી. લગ્ન પહેલા જહોન સાથે તેના પ્રેમ સંબંધની ચર્ચા ભારે રહી હતી. જહોન અબ્રાહમ અને બિપાશાની જાડી કેટલીક ફિલ્મોમાં  પણ જાવા મળી હતી. બિપાશા હવે નાના નાના રોલ કરી રહી છે. સારી અને મોટી ફિલ્મ તેની પાસે હાલ નથી.

Share This Article