બિપાશા બાસુનું સીમંત બંગાળી રીત રિવાજથી યોજાયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ માતા બનવાની છે. થોડા સમય પહેલાં જ એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા આ ગુડ ન્યૂઝ ફેન્સની સાથે શેર કર્યા હતા. હવે એક્ટ્રેસના બેબી શાવરના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બિપાશા બાસુ અને કરન સિંહ ગ્રોવર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. એક્ટ્રેસની ઘણી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે.

હવે બિપાશા બાસુનું બેબી શાવર યોજાયું હતું જેની ઘણી તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન બિપાશા ઘણી સુંદર દેખાતી હતી. બિપાશા બાસુએ આ ખાસ પ્રસંગ માટે ગુલાબી કલરની બનારસી સાડી પહેરી હતી. માથા પર ચાંદલો અને માગમાં સિંદુરના લીધે એક્ટ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા.

તસવીરમાં બિપાશા બાસુના ચહેરા પર પ્રેગ્નન્સીનો ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. તેણે પોતાના પતિ અને એક્ટર કરન સિંહ ગ્રોવરની સાથે ઘણી તસવીર શેર કરી છે. તે સિવાય બિપાશાએ પોતાની માતાની સાથે પણ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો. તમામ તસવીરમાં બિપાશાની સુંદરતા લોકોનું ધ્યાન ખેંચી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ કમેન્ટ્‌સ દ્વારા બિપાશા અને કરનની તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો એક્ટ્રેસની સુંદરતાની વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન બિપાશા બાસુએ ખાવાનો લુફ્ત ઉઠાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, બિપાશા અને કરને વર્ષે ૨૦૧૫માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ ‘અલોન’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

Share This Article