બિપાશા બાસુ ફિલ્મોની નવી ઇનિગ્સ શરૂ કરવા ઇચ્છુક છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને થોડાક સમય પહેલા લગ્ન કરી ચુકેલી અભિનેત્રી બિપાશા બાસુ બોલિવુડ ફિલ્મોમાં નવી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક છે. જો કે તેને નવી ફિલ્મોની ઓફર હજુ આવી રહી નથી. તે હવે લીડ રોલમાં કામ કરવા માટે આશાવાદી નથી પરંતુ બોલિવુડમાં સક્રિય રહીને વધુને વધુ ફિલ્મો કરવા ઇચ્છુક છે. લગ્ન કર્યા બાદ તે થોડાક સમય ફિલ્મોથી દુર રહી છે. તેનુ કહેવુ છે કે પતિ કરણ સિંહ ગ્રોવર સાથે  કોઇ મતભેદો છે તેવા અહેવાલ બિલકુલ આધારવગરના છે. પતિ બિપાશા બાસુએ કહ્યુ છે કે તે ભારે ખુશ છે. પોતાના પતિ કરણની પ્રશસા કરતા બિપાશા બાસુએ કહ્યુ છે કે તે મનથી ખુબ રોમેન્ટિક છે. જ્યારે પ્રેમના મામલે તે વધારે પ્રેકટિલ છે.

કરણ સાથે લગ્ન પ્રસંગમાં તમામ બોલિવુડ હસ્તીઓને બોલાવવામાં આવી હતી. બિપાશાએ કહ્યુ છે કે બન્ને વચ્ચે સંતુલનની સ્થિતી રહેલી છે. લગ્ન કરવામાં આવ્યા બાદ થોડાક સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે તેમની વચ્ચે મતભેદો સર્જાઇ ગયા છે. જા કે બિપાશાએ આ અહેવાલને રદિયો આપ્યો છે. બિપાશાએ કહ્યુ છે કે સોશિયલ મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ પાયાવગરના છે. લગ્ન કરતા પહેલા કરણ સાથે બિપાશાએ એલોન નામની ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી.

બિપાશા નવી ફિલ્મમાં પણ કરણ સાથે કામ કરવા ઇચ્છુક છે તેનુ કહેવુ છે કે કેટલીક ફિલ્મોની ઓફર આવી પણ રહી છે. જા કે તેમની પાસે ડેટને લઇને તકલીફ જોવા મળી રહી છે. બન્ને એક સાથે તારીખ મેળવવામાં મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. બિપાશા બાસુ કહી ચુકી છે કે તે ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે હાલમાં સારી ઓફર આવી રહી નથી.જો કે તે કેટલાક યાદગાર  રોલ કરવા માટે ઇચ્છુક છે.

Share This Article