મધુબાલાની બનશે બાયોપિક: દિલીપ કુમાર સાથેના સંબંધ દર્શાવાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સંજય દત્તના જીવન પર બનેલી બાયોપિક સંજુને સફળતા મળ્યા બાદ હવે બીજી એક બાયોપિક લાઇનમાં છે. જે વિત્યા જમાનાની લેજેન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન પર આધારિત છે. જેમાં તેમના અને દિલીપ કુમાર વચ્ચેના સંબંધો પણ દર્શાવવામાં આવશે.

મધુબાલાની  નાની બહેન મધુર ભૂષણે કહ્યુ હતુ કે, તે આ બાયોપિકમાં ગાઇડ બનશે. ક્યા ડિરેક્ટર આ બાયોપિક બનાવશે તે નક્કી નથી થયુ પરંતુ આવતા વર્ષે મધુબાલાની બાયોપિકનું શૂટિંગ શરૂ થશે. જાણવા મળ્યુ છે કે મધુબાલાના ફિલ્મી કરિયર સિવાય પર્સનલ લાઇફમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. દિલીપ કુમાર સાથે અફેર અને કિશોર કુમાર સાથે લગ્ન આ દરેક વાતને બાયોપિકમાં વણી લેવામાં આવશે. તેવુ તેમની બહેને કહ્યુ હતુ.

હાલમાં કાસ્ટ વિષે કોઇ માહિતી મળી નથી. પહેલા ડિરેક્ટર નક્કી થશે બાદમાં સ્ટારકાસ્ટ નક્કી થશે. મધુબાલા એક દિગ્ગજ અભિનેત્રી હતા. તેમની બાયોપિકમાં તેમનો રોલ ભજવવો તે એક પડકારજનક બાબત છે.

Share This Article