સ્વચ્છ ભારતના સંદર્ભમાં મોદીની ગેટ્‌સ દ્વારા પ્રશંસા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભલે પોતાની નીતિઓને લઇને વિરોધ પક્ષોની ટિકાટિપ્પણીનો સામનો કરી રહી છે, પરંતુ તેને માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્‌સનો સાથ મળી ગયો છે. બિલ ગેટ્‌સે સ્વચ્છ ભારત અભિયાનને લઇને ભાજપ સરકારની પ્રશંસા કરી છે.

બિલ ગેટ્‌સે સ્વચ્છ ભારતના સંદર્ભમાં એક ટ્વિટ કરીને કહ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર સ્વચ્છતાના ક્ષેત્રમાં શાનદારરીતે આગળ વધી રહી છે. સ્વચ્છતામાં મોદી સરકારે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. હવે સ્વચ્છ ભારતને સફળ બનાવવાનો સમય આવી ગયો છે.

થોડાક દિવસ પહેલા જ બિલ ગેટ્‌સે ન્યુયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના ભાષણમાં સ્વચ્છ ભારત અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. બિલ અને મિરિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશનના ઉપાધ્યક્ષે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, સ્વચ્છતાની તરફ ધ્યાન આપવા બદલ ભારત સરકારની પ્રશંસા થવી જાઇએ, કારણ કે ભારતમાં કુપોષણનો દોર સૌથી વધારે છે. આનો મતલબ એ છે કે, બાળકોના માનસિક અને શારીરિક વિકાસ થઇ રહ્યા નથી. સ્વચ્છતાના અભાવમાં અનેક બિમારીઓ ફેલાઈ રહી છે.

Share This Article