બિલ ગેટ્‌સએ નોકરી શોધી રહેલા લોકોને ખાસ સંદેશ આપ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્‌સને દુનિયામાં કોણ ઓળખતું નથી. તેમની સફળતા જ એવી છે કે હવે મોટાભાગના લોકો માટે પ્રેરણા બની ગયા છે. બિલ ગેટ્‌સને મળેલી સફ્ળતાએ જણાવ્યું કે માણસના સપના ખરેખર સાચા થાય છે. બસ જરૂર હોય છે તેના સખત મહેનત અને ધૈર્ય રાખવાની. હાલમાં બિલ ગેટ્‌સનો રિઝ્‌યૂમ ખુબ ચર્ચામાં છે.

જોકે આ વાતથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ કે રિઝ્‌યૂમ કોઇ નોકરીની શોધી રહેલા વ્યક્તિ માટે કેટલો મહત્વપૂર્ણ હોય છે.  નોકરી મેળવવા માટે રિઝ્‌યૂમ હોવો જોઇએ જે તમારી યોગ્યતા, અનુભવ અને કૌશલને સારી રીતે દર્શાવી શકે. રિઝ્‌યૂમ, હાયરિંગ માટે સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ વ્યક્તિ બિલ ગેટ્‌સએ તાજેતરમાં જ ૪૮ વર્ષ પહેલાંનો પોતાનો રિઝ્‌યૂમ શેર કર્યો છે. તેમણે તેને શેર કરતાં કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આજના રિઝ્‌યૂમના મુકાબલે ઘણો સારો છે.  બિલ ગેટ્‌સ દ્વારા શેર કરવામાં આવેલા ૧૯૭૪ ના રિઝ્‌યૂમમાં તેમનું નામ વિલિયમ એચ ગેટ્‌સ છે. આ ત્યારનું છે જ્યારે તે હાર્વર્ડ કોલેજમાં ફર્સ્ટ ઇયરમાં ભણી રહ્યા હતા.

બિલ ગેટ્‌સએ પોતાના રિઝ્‌યૂમમાં મેંશન કર્યું છે કે તેમણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર, ડેટાબે મેનેજમેન્ટ, કંપાઇલર કંસટ્રક્શન અને કોમ્યુટર ગ્રાફિક્સ જેવા કોર્સ કર્યા છે. રિઝ્‌યૂમમાં લખ્યું છે કે તેમને FORTRAN, COBOL, ALGOL, BASIC વગેરે જેવી તમામ મુખ્ય પ્રોગ્રામિંગ લેંગ્વેંઝમાં અનુભવ છે.  તેમણે ૧૯૭૩ માં ટીઆરડબ્લ્યૂ સિસ્ટમ્સ ગ્રુપની સાથે સિસ્ટમ પ્રોગ્રામરના રૂપમાં પોતાના અનુભવનો ઉલ્લેખ કર્યો છે. બિલ ગેટ્‌સએ ૧૯૭૨ માં લેકસાઇડ સ્કૂલ, સિએટલમાં કોન્ટ્રાક્ટ પર કો-લીડર અને કો-પાર્ટનર તરીકે પોતાના કાર્યકાળને પણ શેર કર્યો. તેમના આ રિઝ્‌યૂમને જોયા બાદ સોશિયલ મીડીયા પર લોકોએ ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપી. 

ઘણા સોશિયલ યૂઝર્સે કહ્યું કે બિલ ગેટ્‌સનો રિઝ્‌યૂમ એકદમ બરોબર છે. એક યૂઝરે કહ્યું કે ભલે રિઝ્‌યૂમ ૪૮ વર્ષ જૂનો છે. તેમછતાં સારો લાગે છે.!! ”એક યૂઝ્‌ર સ્માઇલ ઇમોઝી સાથે પોતાની પ્રતિક્રિયા નોંધાવી હતી. અન્ય એક યૂઝરે બિલ ગેટ્‌સને શેર કરવા માટે આભાર વ્યક્ત કર્યો. એક પેજનો શાનદાર રિઝ્‌યૂમ. આપણે બધા પોતાના જૂના રિઝ્‌યૂમની કોપી જોવી જોઇએ.”

Share This Article