નેધરલેન્ડના એમ્સ્ટર્ડેમમાં બાઈકીંગ ક્વીન્સની બાઈક ચોરાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુરત : સુરતની બાઈકીંગ ક્વીન્સની ૨૫ દેશની સફરમાં અનેક મુશ્કેલી આવી રહી છે. મોસ્કોમાં મહત્વના સભ્ય એવા જીનલ શાહના પાસપાેર્ટ સહિતના દસ્તાવેજ ચોરાય ગયા અને ના છુટકે જીનલ શાહને સુરત પરત ફરવું પડ્યું છે. આગળ વધી રહેલી બાઈકીંગ ક્વીન્સની યાત્રાને બીજી ગંભીર મુશ્કેલી સામે આવી છે. એમ્સ્ટર્ડેમમાં રાત્રી રોકાણ દરમ્યાન હોટેલના પાર્કિંગમાંથી ડો.સારીકા મહેતા અને રૂતાલી પટેલના બંને બાઈક ચોરી થઈ ગયા.

એમ્સ્ટર્ડેમની પાેલીસમાં ફરિયાદ નોંધાવીને ડો.સારીકાએ જણાવ્યું હતું કે અમે સવારે જાગીને જોયું તો અમારા બાઈક એની જગ્યાએ ન હતા. અમે તુરંત હોટેલમાં અને પછી પોલીસને જાણ કરી છે. સાથે જ અમે ભારતિય દૂતાવાસને પણ આ અંગે જાણ કરી છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પણ એને કેટલો સમય લાગશે એની ખબર નથી. અહી બીજા બાઈકર સાથે સંપર્ક કરીને અમે એવો નિર્ણય કર્યો છે કે અમે અમારી યાત્રા ચાલુ રાખીશું. ૧૨મી ઓગષ્ટે પેરીસ પહોંચીને ત્યાંથી બીજી બાઈક ભાડે લઈને અમે આગળની યાત્રા ચાલુ રાખી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ આયોજન મુજબ બાઈકીંગ ક્વીન્સ ૧૫મી ઓગષ્ટની ઉજવણી ભારતીય સમાજ અને સંસ્થાઓ સાથે સ્પેનનાં બાર્સેલોનામાં ઉજવવાના છે. યાત્રા ૨૫મી ઓગષ્ટએ લંડનમાં પૂર્ણ થશે.

Share This Article