લોકસભાની ચૂંટણીમાં બિહારની ચૂંટણી ગણતરી ફરી એકવાર ચાવીરૂપ ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. બિહારની રાજનીતિ કેન્દ્ર સરકારમાં હમેંશા ઉપયોગી રહે છે. બિહારમાં આ વખતે પઁણ બદલાયેલા સમીકરણ વચ્ચે આરપારની લડાઇ રહેનાર છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે જારદાર સપાટ બોલાવ્યો હતો અને અન્ય રાજકીય પક્ષોના સુપડા સાફ થઇ ગયા હતા. જા કે આ વખતે સ્થિતી કેટલાક અંશે બદલાઇ ગઇ છે. સાથે સાથે વિષય અને વ્યવસ્થા પણ બદલાઇ ગઇ છે. સાથી પક્ષો પણ બદલાયા છે. ભાજપ સાથે નીતિશ કુમારની પાર્ટીના ગઠબંધન બાદ વોટની ગણતરી સાફ દેખાઇ રહી છે. બિહારમાં કુલ ૪૦ લોકસભા સીટો રહેલી છે. આ ૪૦ સીટો પર ભાજપ, જેડીયુ અને રામવિલાસ પાસવાનની પાર્ટી સાથે મળીને ચૂંટણી મેદાનમાં છે. બીજી બાજુ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી, કોંગ્રેસ અને અન્ય નાના ક્ષેત્રીય પક્ષો એક સાથે મેદાનમાં છે.
એનડીએમાં બેઠકોની વહેંચણી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ હવે ઉમેદવારોની જાહેરાત બાકી રહી છે. બિહારમાં મુખ્ય લડાઇ તો બે ગઠબંધનની વચ્ચે દેખાઇ રહી છે. નીતિશ કુમાર અને પાસવાનની સાથે ગઠબંધન ધરાવનાર ભારતીય જનતા પાર્ટીનો આધાર વધી શકે છે. છેલ્લી ચૂંટણીના આધાર પર જાવામાં આવે તો સ્થિતી વધારે સારી રહી શકે છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં બાજપને ૨૯.૩૬ ટકા, પાસવાનની પાર્ટી એલજેપીને ૬.૫૦ ટકા અને અન્યો પાર્ટીને પણ સરેરાશ મત મળ્યા હતા. જેડીયુએ તમામ સીટો પર અલગ રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય હેઠળ પાર્ટીને માત્ર બે સીટો મળી હતી. સાથે સાથે ૧૬.૦૪ ટકા મત મળ્યા હતા. બિહારની રાજનીતિ શરૂઆતથી જ રાષ્ટ્રીય સ્તર પર પોતાની અલગ ઓળખ ધરાવે છે.
ક્યારેય જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાÂન્ત બાદ કેન્દ્રમાં મોરારજી દેસાઇની સરકાર બની હતી. આ સરકારમાં જગજીવન રામ અને ત્યારબાદ ટ્રેડ યુનિયનના નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. ચૂંટણી માટે બિસાત બિછાઇ ગઇ છે. આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં ટક્કર તો મોદી વિરુદ્ધ અન્યો છે. આમાં પણ સાફ છે કે લાલુ યાદવ અને નીતિશ કુમારની ભૂમિકા રહેશે. મોદીની સરકાર બીજી વખત બનવાની વાત નીતિશ કુમારના મોથી નિકળી ચુકી છે. કોંગ્રેસ અને આરજેડી લોકોને ગેરમાર્ગે દોરીને આગળ વધવા માટે પ્રયાસ કરશે. નીતિશ કુમાર અને પાસવાન આરજેડીના ગાળામાં રહેલા જંગલરાજની યાદ અપાવીને બિહારના લોકો પાસે મત માંગનાર છે. નીતિશ કુમાર દ્વારા મહિલા અનામત અને વિદ્યાર્થીઓને ક્રેડિટ કાર્ડ આપવાની યોજનાના સહારે વોટ બેંક મેળવી લેવા નીતિશ કુમાર મેદાનમાં ઉતરનાર છે. લાલુ યાદવ મુÂસ્લમ યાદવના સમીકરણના આધાર પર મત માંગનાર છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર અને ભાજપના લોકો દલિત પછાત વર્ગને અનામત આપવાના મુદ્દા પર લાભ લેવાના પ્રયાસ કરનાર છે.
પોતાની અવગ ઓળક ઉભી કરી ચુકેલા નીતિશ કુમાર આ બાબત માટે પણ જાણીતા રહ્યા છે કે તેઓ પોતાના જુના સાથીઓને ક્યારેય આગળ વધવા દેતા નથી. નીતિશ કુમારની પણ કસૌટી આ લોકસભા ચૂંટણીમાં થનાર છે. કહેવાય તો એ પણ છે કે નીતિશ કુમાર પણ વડાપ્રધાન બનવાના સપના ધરાવે છે. માત્ર સમય અને સંજાગોના કારણે તેઓ શાંત રહ્યા છે. ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોર પાર્ટીમાં આવીને નાયબ અધ્યક્ષ બની ચુક્યા છે. બીજી બાજુ બિહારમાં આરજેડીની કમાન્ડ હવે તેજસ્વીના હાથમાં છે. લાલુ ચારા કોંભાડમાં જેલમાં પહોંચી ગયા બાદ આરજેડીની હાલત કફોડી બનેલી છે. લાલુ પહેલા કરતા વધારે સક્રિય નથી. એમ પણ કહેવામાં આવે છે કે લાલુ જેલમાંથી પણ હજુ સક્રિય છે. બિહારની ચૂંટણી પણ નિર્ણાયક બની રહેશે.