બિહાર : લોકસભા ચૂંટણીમાં નીતિશની પ્રતિષ્ઠા દાવ ઉપર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન જારી છે. ત્રણ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. રાષ્ટ્રીય સ્તર પર તો આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષની વચ્ચેની દેખાઇ રહી છે. પરંતુ બિહારની વાત કરવામાં આવે તો આ ચૂંટણી મુખ્યપ્રધાન નીતિશ કુમારની પ્રતિષ્ઠા માટેની પણ છે. નીતિશ કુમાર માટે આ ચૂંટણી જનમત સગ્રહ તરીકે પણ છે. જેડીયુના નેતા નીતિશ કુમારે કહ્યુ છે કે આ ચૂંટણી વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર છે. નીતિશ કુમારે વર્ષ ૨૦૦૫થી બ વખત છાવમી બદલી નાંખી છે. નીતિશ કુમાર કોઇને કોઇ રીતે હજુ સુધી સત્તામાં રહેલા છે.

વર્ષ ૨૦૧૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીક જાહેર કરવામાં આવ્યા બાદ નીતિશ કુમારે પોત એનડી સાથ છેડો ફાડી દીધો હતો. ત્યારબાદ નીતિશ કુમાર લાલુ યાદવની પાર્ટી સાથે જોડાણ કરી ગયા હતા. મોદી અને નીતિશ કુમાર વચ્ચે  વખતે સંબંધોમાં તિરાડ એટલી હદ સુધી વધી ગઇ હતી કે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે તેમને જુમલાબાજ કહીલ દીધા હતા.

બીજી બાજુ મોદીએ પણ તેમને વિશ્વાસઘાત મુખ્યપ્રધાનના ડીએનએમાં હોવાની વાત કરી હતી. ત્યારબાદથી હવ સંબંધોમાં ખુબ સુધારો થઇ ચુક્યો છ. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જેડીયુ ભાજપની સાથ સંબંધ તોડી લીધા હતા. જો ક તેમની કારમી હાર થઇ હતી. હવે નીતિશ કુમાર અન મોદી એકબીજાની પ્રશંસા કરતા થાકતા નથી. વર્ષ ૨૦૧૪માં બે સીટો જેડીયુન મળી હોવા છતાં જેડીયુને આ વખત ભાજપે ૧૭ સીટ આપી દીધી છે. નીતિશ કુમાર દરેક રેલીમાં બિહારના વિકાસ માટ એનડીએના ચહેરા તરીકે બની ગયા છે. તેમની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે.

Share This Article