અમદાવાદ : બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરના વટવા ખાતે મહાલક્ષ્મી તળાવ પાસે સ્થિત શ્રીરામ મેદાનમાં 30મી માર્ચના રોજ સાંજે 4 વાગ્યાથી બિહાર સ્થાપના દિવસ સમારોહ તથા હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ ગિરીના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ તથા ભોજપુરી ફિલ્મના અભિનેતા, ગાયક તથા દિલ્હીના સંસદ સભ્ય મનોજ તિવારી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેરના મેયર પ્રતિભા જૈન, અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમના સંસદ સભ્ય દિનેશ મકવાણા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વટવાના ધારાસભ્ય બાબૂસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશ સિંહ કુશવાહ, દસ્ક્રોઇના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, પૂર્વ ધારાસભ્ય હિમ્મત સિંહ પટેલ સહિત વિવિધ સમાજના અગ્રણિયો અને હજારોની સંખ્યામાં મૂળ બિહારના લોકો ઉપસ્થિત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ સહિત ગુજરાતભરમાં રહેતા મૂળ બિહારના લોકો માટે હાલ સૌથી મોટી સમસ્યા તેમના બાળકોના લગ્નની છે. સંસ્થા દ્વારા આ સમસ્યાને દૂર કરવા માટે જીવનસાથી પસંદગી સંમેલન આયોજિત કરવા, જરૂરતમંદ બાળકોને શિક્ષણ મેળવવામાં મદદ કરવા, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને દૂર કરવા માટે કાર્ય કરશે. આ ઉપરાંત ગુજરાતના લોકો સાથે અહીં મૂળ બિહારના લોકો હળી-મળીને રહે તે માટે પણ સમય-સમય પર કાર્ય કરવામાં આવશે.
જ્યારે સંસ્થાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષ સિંહે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં લોક ગાયક મનોજ તિવારીની સાથે-સાથે બિહારની પ્રસિદ્ધ ગાયિકા નિશા ઉપાધ્યાય, ગાયક માટીના લાલ અનિલ યાદવ, ગાયિકા આરાધ્યા શર્મા, ગાયક પ્રમોત તિવારી અને ઉદ્ઘઘોષક ઉત્તમ બિહારી લોકગીતોના માધ્યમથી મનોરંજન કરાવશે. કાર્યક્રમમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ અને બિહારના ગોપાલગંજ, સિવાન, છપરા જેવા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
જ્યારે આ કાર્યક્રમમાં આશિર્વાદ આપવા માટે જમાલપુર જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર મહંત દિલીપ દાસ મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહામંડલેશ્વર ધર્માચાર્ય સ્વામી અખિલેશ્વરદાસ મહારાજ, કરનાલી કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટી મહંત દિનેશગિરી મહારાજ, દિલ્લી મઠિયાથી ગોસ્વામી અદ્વૈત અખાડાના રાષ્ટ્રીય સંરક્ષક જગતગુરૂ શંકરાચાર્ય દશનામ, આણંદના બેહરાખાડી સ્થિત હનુમંત કુંજ પરમાર્થ આશ્રમના મહામંડલેશ્વર ગંગેશ્વરાનંદદાસ મહારાજ, કરકથલના રામજી મંદિરના મહંજ દામોદરદાસ મહારાજ, દ્વારકાથી સનાતન સેવા મંડળના સંસ્થાપક સ્વામી કેશવાનંદ મહારાજ, પંચદશનામ જૂના અખાડાના જગતગુરૂ ગર્ગાચાર્ય, યદુવંશ કુલગુરૂ મહર્ષિ ગંગાચાર્ય પીઠમના ડૉ. સન્યાસી ભારદ્વાજનંદગિરી મહારાજ, ગુજરાત સંસ્કૃત પાઠશાળાના અધ્યક્ષ ડૉ. મનોજ ગિરી મહારાજ પધારવાના છે.