બિહારમાં જીવલેણ તાવથી મોત આંક વધીને હવે ૧૫૮

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પટણા : બિહારના મુઝફ્ફરપુરમાં ખાસ પ્રકારના જીવલેણ તાવના કારણે હાહાકાર મચી ગયો છે. આ જીવલેણ તાવના કારણે મોતનો આંકડો વધીને હવે ૧૫૮ ઉપર પહોંચી ગયો છે. તમામ પ્રકારની સારવાર બિમાર રહેલા બાળકોને આપવામાં આવી રહી હોવા છતાં બાળકોના મોતનો સિલસિલો જારી રહ્યો છે. હજુ પણ સેંકડો બાળકો સારવાર હેઠળ છે. જે પૈકી કેટલાક હજુ ગંભીર છે. સ્થિતી હજુ વણસી જવાના સંકેત દેખાઇ રહ્યા છે. ભીષણ ગરમીની વચ્ચે પારો વધવાની સાથે સાથે મૃતકોની સંખ્યા પણ ચિંતાજનકરીતે વધી રહી છે. મુઝફફરપુર મેડિકલ કોલેજ અને કેજરીવાલ હોસ્પિટલમાં હજુ સુધી ૧૫૮ બાળકોના મોત થઇ ચુક્યા છે. ચિંતાજનક બાબત એ છે કે ૩૦૦ બાળકોની હાલત હજુ પણ ગંભીર બનેલી છે.

બિહારના સૌથી વધારે પ્રભાવિત વિસ્તારમાં ઇસ્ટ ચંપારન, સીતામઢી, શિવહર, સમસ્તીપુર, વેસ્ટ ચંપારન અને ઇસ્ટ ચંપારનનો સમાવેશ થાય છે. બિહારના મુજફ્ફરપુરમાં શંકાસ્પદ એક્યુટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમના કારણે મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. નાની હોસ્પિટલોમાં અને સારવાર લીધા વગર મૃત્યુ પામેલા બાળકોની તો હજુ સુધી ગણતરી જ કરવામાં આવી નથી. ચિંતાજનક બાબત એ પણ છે કે ગંભીર રીતે બિમાર રહેલા અને મૃત્યુ પામેલા બાળકો પૈકી ૮૦ ટકા બાળકીઓ છે.

સરકારી આંકડા દર્શાવે છે કે ૧૫૮ મોત પૈકી ૮૫ બાળકીઓ છે.તપાસમાં સામે આવ્યુ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં કુપોષણની ગંભીર સમસ્યા હોવાની બાબત પણ સપાટી પર આવી રહી છે. જેમાં આયરનની કમીના કારણે આ સમસ્યા સર્જાઇ ગઇ છે. જેની અવગણના સતત થતી રહી છે. વર્ષ ૨૦૧૪માં સમગ્ર દેશમાં આ બિમારીના કારણે અસરગ્રસ્ત થયેલા ૬૦ જિલ્લાની ઓળખ કરી લેવામાં આવી હતી. સાથે સાથે આ તમામ જિલ્લામાં ખાસ અભિયાન ચલાવવામાં આવ્યા હતા. તેમાં પાંચ મંત્રાલયની એક કમિટિની રચના કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય મંત્રાલય ઉપરાંત જુદા જુદા મંત્રાલયના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

TAGGED:
Share This Article